Only Gujarat

National TOP STORIES

શરીરના આ ભાગમાંથી પ્રવેશ થઈને ફેલાઈ શકે છે કોરોનાનો ચેપ? જાણો કેવી રીતે?

શું તમે જાણો છો કે કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવ વાળની તુલનામાં 900 ગણો નાનો છે, પરંતુ કોરોના ચેપ સમગ્ર વિશ્વમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં 63 હજાર 347 કોરોના સંક્રમિત છે. રવિવારે દિલ્હીમાં 381, આંધ્રપ્રદેશમાં 50, રાજસ્થાનમાં 33 અને બિહારમાં 18 કેસ નોંધાયા છે. શનિવારે કોરોનાના 2951 દર્દીઓમાં વધારો થયો છે. તે વિતેલાં સપ્તાહમાં સૌથી ઓછા છે. 2 મેના રોજ તેનાંથી ઓછા 2564 કેસ નોંધાયા હતા.

ગઈકાલે 1414 દર્દીઓ સ્વસ્થ પણ થયા હતા. એક દિવસમાં બીજી વખત, ઘણા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ અગાઉ 7 મેના રોજ 1475 ચેપગ્રસ્ત લોકો સાજા થયા હતા. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી પ્રાપ્ત માહિતી પર આધારિત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ, દેશમાં 62 હજાર 939 લોકોને ચેપ લાગ્યો છે. 41 હજાર 472 લોકો સારવાર હેઠળ છે. 19 હજાર 357 લોકો સાજા થયા છે, જ્યારે 2109 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

શું આંખો દ્વારા કોરોના વાયરસ ફેલાઈ શકે છે?
ચીનમાં જેએએમએ ઓપ્થેમોલોજી જર્નલમાં પ્રકાશિત ડોકટરો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, કોરાના વાયરસ આંખથી પણ ફેલાય છે. કેટલાક કોરોના સંક્રમિતોમાં કંજક્ટિવાઈટિસનું સંક્રમણ જોવા મળ્યુ છે.

સામાન્ય રીતે, તેઓ એ દર્દી હતા, જેમનામાં સંક્રમણ વધારે હતુ. ‘ધ અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેમોલોજી’ મુજબ, નાક અથવા મોઢાથી છીંકવાથી અથવા ઉધરસ ખાતી વખતે નીકળતા ડ્રોપલેટથી સંક્રમણ થાય છે. આ ડ્રોપલેટ આંખોથી ફેલાઈ શકે છે. એવું મેમ્બ્રેનને કારણે થાય છે. જોકે, આ સંબંધમાં હજી વધારે જાણકારી એકત્ર કરાઈ રહી છે.

નોટો અથવા સિક્કા દ્વારા કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે?
કોઈ સંક્રમિત વ્યક્તિ ખાંસતી અથવા છીંકતી વખતે પોતાના હાથ મોંઢા પર રાખી લે છે. અથવા તેને હાથોથી લૂછી લે છે. પછી તે હાથોને સેનેટાઈઝ કર્યા વગર કે સાબુ-પાણીથી ધોયા વગર જ નોટો અથવા સિક્કાને અડે છે. અને તે નોટ કે સિક્કા કોઈ સ્વસ્થ વ્યક્તિનાં હાથમાં જાય છે.

તે પણ હાથોને સેનેટાઈઝ કે સાબુ-પાણીથી ધોયા વગર જ પોતાની આંખો, નાક અને મોંઢાને સ્પર્શ કરે છે તો આ રીતે સંક્રમણ ફેલાય છે. નોટો કરતાં પણ સિક્કા દ્વારા વાયરસ વધારે ફેલાઈ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page