Only Gujarat

Bollywood

કાજોલનો પહેલો હીરો બન્યો હતો આ એક્ટર, આ કહાની સાંભળીને તમે પણ કંપી ઉઠશો

મુંબઈઃ ફિલ્મ ‘બાજીગર’થી ફૅમસ થયેલી એક્ટ્રસ કાજોલ 46 વર્ષની થઈ ગઈ છે. 5 ઓગસ્ટ, 1974માં મુંબઈમાં જન્મેલી કાજોલે તેમના કરીયરની શરૂઆત વર્ષ 1992માં આવેલી ફિલ્મ ‘બેખુદી’થી કરી હતી. આ ફિલ્મમાં તેમના હીરો કમલ સદાના હતાં, પણ તેમની દર્દભરી કહાણી સંભળી લોકો કંપી ઉઠે છે. ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબર, 1990ના કમલના 20માં બર્થડે પર તેમના પિતા વૃજ સદાનાએ તેમની મા સઇદા ખાન અને બહેન નમ્રતાની ક્રૂર રીતે હત્યા કરી દીધી હતી.

કમલની મા સઈદા અને તેના પિતા વૃજ સદાના વચ્ચે ઘણીવાર ઝઘડા થતાં હતાં. કમલના બર્થડે પર પણ ઝઘડો થયો હતો. દારૂના નશામાં ગુસ્સ થયેલાં વૃજ સદાનાએ તેમની લાઇસન્સવાળી પિસ્તોલથી પહેલાં તેમની વાઇફ અને પછી દીકરીને ગોળી મારી હતી. બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ પછી વૃજ સદાના તેમના બેડરૂમમાં ગયા અને ખુદે પણ ગોળીમારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના કમલની આંખો સામે થઈ હતી, જેની ખરાબ અસર તેમના મગજ પર થઈ હતી.

એક ઇન્ટરવ્યૂમાં કમલે કહ્યું હતું કે, ‘’મને યાદ છે જ્યારે ‘બેખુદી’ના એક સીનમાં કાજોલે મને માર્યો હતો. જોકે, સીન એવો હતો કે, મેં કાજોલના ભાઈને માર્યો હતો અને આ વાતને લીધે કાજોલે મને મારવાનો હતો. અનફોર્ચુનેટલી, ડિરેક્ટરે મને આ સીન માટે 10 રીટેક્સ આપ્યા અને કાજોલના લાફા ખાઈને મારો ચહેરો તરબૂચની જેમ લાલ થઈ ગયો હતો.’’

‘બેખુદી’ કાજોલની ડેબ્યુ ફિલ્મ હતી. એવામાં કેનેડામાં શૂટિંગ દરમિયાન તેમની મા તનુજા સાથે હતી. જોકે, તે ક્યારેય પણ શૂટિંગ દરમિયાન ઇન્ટરફેયર કરતી નહોતી. કમલ સદાના મુજબ, ‘‘કેનેડામાં શૂટિંગ દરમિયાન તનુજાજીનું હાજર હોવું સારો એક્સપીરિયન્સ હતો.’’

કમલે જણાવ્યા મુજબ, ‘‘કાજોલની મા મને રમી(પત્તાની એક ગેમ) રમતા શીખવાડી હતી. અમે ડૉલરમાં રમતા’તા અને આ રમતમાં મેં તેમની પાસેથી ઘણાં રૂપિયા ગુમાવ્યા હતાં. આ પછી મેં કાજોલને કહ્યું કે, ‘હું તમારી મમ્મી સાથે ક્યારેય રમી રમીશ નહીં.’’

કમલ સદાનાએ મેકઅપ આર્ટિસ્ટ લીસા જૉન સાથે લગ્ન કર્યાં છે. તેમને બે બાળકો 14 વર્ષનો દીકરો અંગદ અને 12 વર્ષની દીકરી લીયા છે. કમલ સદાનાએ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તેમણે ‘કર્કશ’ અને 2014માં આવેલી ફિલ્મ ‘રોરઃ ટાઇગર્સ ઓફ ધી સુંદરવન્સ’નું ડિરેક્શન પણ કર્યું છે.

કાજોલના પહેલાં હીરો કમલ સદાનાએ ‘રંગ’ (1993), ‘બાલી ઉમર કો સલામ’ (1994), ‘રૉક ડાન્સર’ (1995), ‘હમ સબ ચોર હૈ’ (1965), ‘હમ હૈ પ્રેમી’ (1996), ‘અંગારા’ (1996), ‘નિર્ણાયક’(1997), ‘મોહબ્બત ઔર રંગ’ (1998), ‘કર્કશ’ (2005) અને ‘વિક્ટોરિયા નંબર 203’ (2007) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, ‘રંગ’ ઉપરાંત તેમની કોઈપણ ફિલ્મ હિટ થઈ નથી.

વર્ષ 2006માં કમલ સદાના ટીવી સિરિયલ ‘કસમ સે’માં કામ કર્યું હતું. આ પછી તેમણે વર્ષ 2007માં તેમના પિતાની 1972ની હિટ ફિલ્મ ‘વિક્ટોરિયા નંબર 203’નું રિમેક બનાવ્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page