Only Gujarat

FEATURED National

અનેક સપનાં સજાવીને પત્ની ગઈ હતી હનીમૂન પર પણ પલંગ પર પતિની હરકતથી આંખે આવી ગયા અંધારા

મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ પતિ વિરુદ્ધ દહેજ મામલે શારીરિક અને માનસિક ત્રાસ, છેતરપિંડી તથા અન્ય ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો કે, હોટલમાં હનિમૂન દરમિયાન પતિએ પોતે ગે (સમલૈંગિક) હોવાની વાત જણાવી હતી અને તે પોતે ગંભીર બીમારીથી પીડાતો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેણે યુવતીની હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. સાસરીવાળાઓએ તેને દહેજ મામલે ત્રાસ આપ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

યુવતીએ જણાવ્યું કે, તેના લગ્ન મે 2019માં અલીગઢ રોડ, હાથરસ નિવાસી યુવક સાથે થયા હતા. જે એક ડૉક્ટર છે. યુવતીના પરિવારે લગ્નમાં 30 લાખનો ખર્ચ કર્યો હતો. જોકે તેમછતાં સાસરીવાળા ખુશ નહોતા અને લગ્ન બાદ તેને ટોણાં મારતા રહેતા હતા. 2 દિવસ બાદ પતિ સાથે તે કુલ્લૂ-મનાલી હનિમૂન માટે ગઈ, જ્યાં તેઓ એક રિસોર્ટમાં રોકાયા હતા.

ડૉક્ટર પતિની પોલ ખૂલી, પત્નીની હત્યાનો કર્યો પ્રયાસ
યુવતીએ આરોપ લગાવ્યો કે, પતિએ હોટલમાં તેને માર માર્યો હતો. ફરતા સમયે તેણે પત્નીને પહાડ પરથી ધક્કો મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. તે બચી ગઈ. હોટલમાં પરત આવ્યા બાદ પણ પતિ તેને ધમકીઓ આપતો હતો.

આ દરમિયાન પતિએ તેને પોતે ગે હોવાની વાત કરી હતી. જેનો વિરોધ કરવા પર પતિએ તેને ફરી માર માર્યો હતો. તેનો મોબાઈલ તોડી નાંખ્યો અને ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હોટલના કર્મચારીઓએ તેને બચાવી. જે પછી સૂચના મળતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી.

પોલીસે પતિ સાથે પણ વાત કરી હતી. તે સમયે આ મુદ્દો શાંત થઈ ગયો. જે પછી બંને હનિમૂનથી પરત આવી ગયા. યુવતી પોતાના પિયર જતી રહી. ઓગસ્ટ 2019માં સાસરીવાળાઓએ તેના ઘરે આવી 10 લાખ રૂપિયાની માગ કરી. પીડિતાએ પોલીસ ફરિયાદ કરી છે.

આ મામલે કાઉન્સેલિંગ પણ કરવામા આવ્યું, પરંતુ કોઈ સમાધાન ના નીકળ્યું. પીડિતાએ 11 સપ્ટેમ્બરના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છેતરપિંડી, દહેજ માગણી અને આ મામલે શારીરિક અને માનસિક ત્રાસ, હત્યાનો પ્રયાસ જેવા આરોપ લગાવ્યા છે. પોલીસે તપાસ બાદ આગળની કાર્યવાહીની વાત કહી હતી.

You cannot copy content of this page