Only Gujarat

National

આ કરોડપતિ બિઝનેસમેનના બંગલોની કિંમત છે અધધધ… કરોડ રૂપિયા, એન્ટિલિયા જેવું દેખાય છે જેકે હાઉસ

તમે એન્ટિલિયા વિશે ઘણું સાંભળ્યું હશે, જે એશિયાનું સૌથી મોંઘું ઘર છે અને તેના માલિક મુકેશ અંબાણી છે. તે મુંબઈમાં બનેલું છે, જ્યાં મુકેશ અંબાણી તેમના આખા પરિવાર સાથે રહે છે. એન્ટિલિયાની કિંમત 12 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કોનું ઘર સૌથી મોંઘું છે અને ભારતની એ વ્યક્તિ કોણ છે.

મુકેશ અંબાણીના એન્ટિલિયા પછી જે ભારતીય બિઝનેસમેન પાસે 6000 કરોડ રૂપિયાનું ઘર છે તે બિઝનેસમેન બીજું કોઈ નહીં પણ વિશ્વની સૌથી મોટી સૂટીંગ ફેબ્રિક ઉત્પાદક રેમન્ડ ગ્રૂપના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયા છે. પોતાની મહેનતથી તેમણે રેમન્ડ ગ્રૂપને ભારત અને વિદેશમાં એક અગ્રણી ગ્રૂપ બનાવ્યું છે. તે ભવ્ય જીવનશૈલી જીવે છે અને મુંબઈમાં જેકે હાઉસ નામની ભવ્ય મિલકત ધરાવે છે.

જેકે હાઉસ બીજા નંબરની સૌથી મોંઘી મિલકત
ગૌતમ સિંઘાનિયાનો જન્મ 9 સપ્ટેમ્બર, 1965ના રોજ મારવાડી વેપારી પરિવારમાં થયો હતો. આ વેપારી વંશજને ઘણીવાર “બોલીગાર્ચ” અથવા કરોડપતિ તરીકે ઓળખવામાં આવે છે. ગૌતમની માલિકીનું જેકે હાઉસ બીજી સૌથી ઊંચી અને સૌથી મોંઘી પ્રોપર્ટી છે, જેની કિંમત 6000 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર મુકેશ અને નીતા અંબાણીની એન્ટિલિયા પછી તે બીજા નંબર પર છે.

જેકે હાઉસની કીંમત
એક અહેવાલ મુજબ, આ ભવ્ય પ્રોપર્ટી મુંબઈમાં આવેલી છે અને 16,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને 30 માળની ઇમારત છે. તેમાં એક સ્પા, હેલિપેડ અને બે પૂલ છે. આ બિલ્ડિંગમાં એક ખાનગી પુસ્તકાલય છે જે પરિવારના સદીઓ જૂના કાપડના વ્યવસાયને દર્શાવે છે. ગૌતમ સિંઘાનિયા પાસે લક્ઝુરિયસ કારનું કલેક્શન પણ છે.

શાનદાર કારોનું કલેક્શન
કાર રાખવા માટે પાંચ માળની ઇમારત પણ છે. લેમ્બોર્ગિની ગેલાર્ડો એલપી570 સુપરલેગેરા, લોટસ એલિસ કન્વર્ટિબલ, નિશાન સ્કાયલાઇન જીટીઆર, હોન્ડા એસ2000, ફેરારી 458 ઇટાલિયા અને ઓડી ક્યૂ7 સહિત અનેક લક્ઝુરિયલ કારનો સમાવેશ થાય છે. આ સિવાય ગૌતમ સિંઘાનિયા પાસે 10 બર્થની યાટ, બોટ અને અન્ય મોંઘી વસ્તુઓનું લિસ્ટ છે.

You cannot copy content of this page