Only Gujarat

Gujarat

જામનગરમાં એક સાથે પાંચ લોકોની અંતિંમ યાત્રા નીકળી, પરિવારજનોનું આક્રંદ જોઈ લોકોની આંખો ભીની થઈ

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાં રહેતા બે પરિવારના પાંચ લોકોના શનિવારે સપડા ડેમમાં ડૂબી જવાથી મોત નિપજ્યા બાદ આજે તેમના રહેઠાણથી એક સાથે પાંચ લોકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે મૃતકોના પરિવારજનોએ આક્રંદ કરતા ઉપસ્થિતિ સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ હતી. શહેરના દિગ્વિજય પ્લોટમાં નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

બે પરિવારના 5 લોકોના મોત નિપજ્યા હતા

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ મંગેએ થોડા દિવસો પહેલા સેકન્ડ હેન્ડ કાર ખરીદી હોય શનિવારે તેમના પત્ની લીનાબેન, પુત્ર સિદ્ધ અને બે પાડોશીઓ સાથે જામનગર નજીક આવેલા સપડા ડેમ ફરવા ગયા હતા. અહીં તમામ પાંચેય લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા બે પરિવારો પર આભ ફાટ્યું હતું.

આજે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી અંતિમયાત્રા નીકળી

શહેરના દિગ્વિયજ પ્લોટ 59માંથી આજે બપોરે મહેશભાઈ મંગે, લીનાબેન મંગે, સિદ્ધ મંગે, અનિતાબેન દામા અને રાહુલ દામાની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. આ પહેલા આ વિસ્તારમાં અંતિમદર્શન માટે તમામના પાર્થિવદેહ રાખવામાં આવ્યા હતા. મંગે અને દામા પરિવારના લોકોમાં ભારે આંક્રદ છવાયો હતો. આ સમયે ઉપસ્થિતિ સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ હતી. દિગ્વિજય પ્લોટ 59માંથી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

રજામાં બે દિવસ ઘરે આવેલા પુત્રનું માતાપિતા સાથે મોત

સિદ્ધ મહેશભાઈ મંગે મહેસાણા ખાતે એ્ન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને શુક્રવારે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો અને શનિવારે પરિવાર સાથે નજીકમાં જ આવેલા સપડા ડેમ ખાતે ફરવા ગયો હતો. મંગે પરિવારના ત્રણ સભ્યોની સાથે પાડોશમાં જ રહેતા દામા પરિવારના અનિતાબેન વિનોદભાઈ દામા અને તેમનો પુત્ર રાહુલ દામા પણ ગયા હતા. આ તમામ પાંચ લોકો સપડા ડેમમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.

You cannot copy content of this page