Only Gujarat

National

પતિ વિદેશમાં રહીને કમાતો હતો, દેશમાં પત્ની સગા ભત્રીજા સાથે મનાવતી હતી રંગરેલિયા…

આ ઘોર કળિયુગમાં એક પછી એક ચોંકાવનારા બનાવ આવી રહ્યા છે. સંબંધોને શર્મશાર કરતો આવો જ એક કિસ્સો થોડાક દિવસ પહેલાં બન્યો છે. જેમાં કાકીને તેના ભત્રીજા સાથે આંખ મળી ગઈ હતી. મહિલાને લગ્નને સાત વર્ષ થઈ ગયા હતા અને તેને સંતાનમાં એક દીકરો છે. મહિલાનો પતિ મજૂરી કરવા બહારગામ જતો ત્યારે તે તેના ભત્રીજા સાથે પ્રેમસંબંધ બાંધતી હતી. જોકે બંનેના પ્રેમસંબંધની વાત ગામના લોકોને ખબર પડી જતાં મોટો હોબાળો થયો હતો.

આ શરમજનક બનાવ બિહારમાં બન્યો છે. શિવહર જિલ્લાના તરિયાની ગામમાં રહેતી શીલા નામની યુવતીને તેના ભત્રીજા બબલૂ કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતીના લગ્ન સાત વર્ષ પહેલાં થયા હતા. બે વર્ષ પહેલાં તેણે દીકરાને જન્મ આપ્યો હતો. પતિ પરદેશમાં મજૂરી કામ કરે છે. તે રજા મળે ત્યારે દેશ આવે છે. તેની ગેરહાજરીમાં પત્નીને ભત્રીજા બબલુકુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો. સમય જતાં આ પ્રેમ ગાઢ બન્યો હતો. બબલુ અવારનવાર કાકીને લઈને બહારગામ જતો હતો.

કાકી-ભત્રીજો અનેક દિવસો સુધી ગાયબ રહેતા હતા. પછી તો આ વાત ધીમે ધીમે આખા ગામમાં પ્રસરી ગઈ હતી. આ દરમિયાન ફરી એકવાર બબલુ તથા કાકી ગુમ થઈ ગયા હતા. બંને જ્યારે પરત ફર્યાં ત્યારે ગામના લોકોએ તેમને પકડી પાડ્યા હતા. આ સાથે જ પંચાયત ભરવામાં આવી હતી.

પંચાયતમાં શીલાએ બબલુ સાથેના પ્રેમસંબંધની વાત કરીને લગ્નનું પણ કહ્યું હતું. બબલુએ પણ હા પાડી હતી. પંચાયતે મહિલાના સસરા તથા બબલુના પિતાની પરવાનગી માગી હતી. તમામ લોકોએ મંજૂરી આપ્યા બાદ પંચાયતે રાત્રે લગ્નનો નિર્ણય સંભળાવ્યો હતો.

પંચાયતમાં જ બબલુએ ટોર્ચની રોશનીમાં મહિલાની માગ ભરીને તેને પત્ની બનાવી હતી. અગ્નિને બદલે પંચાયતને સાક્ષી માનીને સાત જન્મ સુધી સાથ નિભાવવાના સોગન લીધા હતા.આ લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

You cannot copy content of this page