Only Gujarat

National

પ્રેમિકાના ઘરમાં ઘૂસેલા પ્રેમીને પરિવારજનોએ રંગે હાથ પકડ્યો પછી તેની સાથે જે કર્યું તે જાણીને ચોંકી જશો

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉમાં અડધી રાત્રે પ્રેમિકાને મળવા તેના ઘરમાં પહોંચેલા પ્રેમીને પ્રેમિકાના પરિવારજનોએ પકડી લીધો હતો અને લાકડી-ડંડાથી માર મારવાનું શરૂ કરી દીધું હતુ. દરમિયાન પ્રેમીને બચાવવા પ્રેમિકા વચ્ચે પડતા પરિવારજનોએ બંન્નેની માર મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના લખનઉના સઆદતગંજ વિસ્તારની છે. પોલીસે બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સાથે જ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના મતે બંન્ને પક્ષ એક જ મોહલ્લાના છે અને એક બીજાના પરિચિત છે.


ગઇકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યે સઆદતગંજ વિસ્તારમાં નૌબસ્તા મોહલ્લામાં દૂધ અને પ્રોપર્ટીનો બિઝનેસ કરનાર 25 વર્ષના અબ્દુલ કરીમ પોતાના જ મોહલ્લામાં રહેતી સગીર પ્રેમિકાને મળવા ચૂપચાપ રીતે તેના ઘરમાં પહોંચ્યો હતો. દરમિયાન સગીરના ઘરવાળાઓ જાગી જતા અબ્દુલ કરીમ અને તેની પ્રેમિકા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.


પોતાની દીકરીને પ્રેમી સાથે જોઇને ગુસ્સે થયેલા સગીરાના પિતા ઉસ્માન, ભાઇ દાનિશ, છોકરીના કાકા સુલેમાન અને તેમના દીકરા રાનૂએ લાકડીથી કરીમ પર તૂટી પડ્યા હતા. દરમિયાન 17 વર્ષીય કરીમની પ્રેમિકા વચ્ચે પડતા તેની પણ પરિવારજનોએ ધોલાઇ કરી દીધી હતી. માર પડવાથી બંન્નેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.


અબ્દુલ કરીમ પરણિત અને ચાર બાળકોનો પિતા હતો. એડીસીપી વિકાસ ચંદ્ર ત્રિપાઠીએ કહ્યું કે છોકરીના પિતા ઉસ્માન, ભાઇ દાનિશ, કાકા સુલેમાન, અને તેમના દીકરા રાનૂની ધરપકડ કરવામાં આવી છે. બંન્નેના મૃતદેહેનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. એડીસીપીના મતે બંન્ને પક્ષો એક જ મોહલ્લામાં રહે છે અને એકબીજાના પરિચિત પણ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page