આ પાંચ ગામમાં ભગવાનની જેમ પૂજાય છે PM નરેન્દ્ર મોદી, મંદિરમાં રોજ થાય છે

PM Narendra Modi Temple in India: 17 સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદીનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો. દેશની જનતા પોતાના વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. શું તમે જાણો છો કે ભારતમાં 5 જગ્યાએ મોદીના મંદિર પણ બનાવાયા છે, જ્યાં રોજ પૂજા-આરતી પણ થાય છે.

મોદી મંદિર, તમિલનાડુ
તમિલનાડુના યરકુડી ગામમાં નરેન્દ્ર મોદીનું મંદિર છે. આ મંદિરનું નિર્માણ શંકર નામના વ્યક્તિએ કરાવ્યું હતું. મોદીની લોક કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થઈને શંકર નામના વ્યક્તિએ મોદી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે પણ લોકો આ મંદિરમાં પૂજા અને આરતી કરે છે.

મોદી મંદિર, પુણે
પુણેના ભાજપના મયુર મુંડેએ ઔંધ વિસ્તારમાં પીએમ નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે. અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ રામ મંદિરના નિર્માણની ખુશીમાં મુંડેએ અહીં મોદીની પ્રતિમા સ્થાપિત કરી છે.

મોદી મંદિર, ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના કૌશામ્બીના શિવ મંદિરમાં મોદીની પ્રતિમા સ્થાપિત છે. મોદીજીની આ પ્રતિમા વર્ષ 2014માં સ્થાપિત કરવામાં આવી હતી. અહીં લોકો ભગવાન શિવની સાથે મોદીની પણ પૂજા કરે છે.

મોદી મંદિર, મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના ગ્વારિયારમાં પણ મોદીનું મંદિર આવેલું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને રાજમાતા વિજયરાજે સિંઘિયાની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

મોદી મંદિર, ગુજરાત
ગુજરાતના રાજકોટ નજીકના એક ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પણ સ્થાપિત છે. કહેવાય છે કે આ મંદિરને બનાવવામાં લગભગ 4 વર્ષ લાગ્યા હતા. આ મંદિરનું ઉદ્ઘાટન ગુજરાતના મંત્રી મોહનભાઈ કુંડારિયાના હસ્તે કરવામાં આવ્યું છે. લોકો આ મંદિરમાં પૂજા અને આરતી માટે આવે છે.