Only Gujarat

Gujarat

વેલ્ડિંગનું કેબિન ધરાવનાર ભરતભાઈ બારડને ભાજપે બનાવ્યા ભાવનગરના મેયર

Bhavnagar Mayor and his family story: ભાવનગરના ભાજપના નવા ચૂંટાયેલા મેયર ભરતભાઈ બારડ માળી સમાજમાંથી આવે છે. તેઓ જનસંઘ સમયના જુના આ નિષ્ઠાવાન અને પ્રમાણિક કાર્યકર્તા છે. ભરતભાઈની માતા મંદિરની બહાર બેસીને ફૂલહાર વહેચવાનું કામ કરે છે. સુભાષનગરની ભોળાનાથ સોસાયટીના શિવમંદિર પાસે તેમજ દર શનિવારે દરબારી કોઠા પાસે આવેલ હનુમાનજીના મંદિર પાસે બેસી ભરતભાઈનાં બા ફૂલહાર વહેંચવાનું કામ કરે છે.

ભરતભાઈનો પરિવાર સાવ સામાન્ય સ્થિતિનો છે. તેઓ બે ભાઈઓ છે જેમાં ભરતભાઈનો એક ભાઈ અમદાવાદ રહે છે. ભરતભાઈના બે પુત્રો છે. તેમાંથી એક પુત્ર પરણીત છે. તેમની સાથે આ ભરતભાઈની બા રહે છે. જ્યારે ભરતભાઈ તેમના બીજા પુત્ર સાથે સરદારનગરમાં ભાડાના મકાનમાં રહે છે. ભરતભાઈ મેયર બન્યા બાદ ગર્વ થી કહે છે કે આ ફૂલ વેચનાર મારી બા છે.

પ્રથમ વખત 2020 માં ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને ભાજપે તેમની કદર કરી મેયર બનાવ્યા
ભરતભાઈ સાવ સામાન્ય પરિવારના છે. તેઓના પત્ની થોડા વર્ષો પહેલા અવસાન પામી ચૂક્યા છે. ભરતભાઈ પોતે દરબારી કોઠાર નજીક એક વેલ્ડિંગની કેબિન ધરાવે છે. અને તેમની સાથે તેમના પુત્રો તેમને આ કામમાં મદદ કરી રહ્યા છે. ભરત બારડ પ્રથમ વખત ૨૦૨૦ માં ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને હવે ભાજપે તેમની કદર કરીને મેયર બનાવ્યા છે.

માતા વેચે મંદિર પાસે ફૂલો

ભરતભાઈના માતા જ્યારે મંદિરે ફૂલહાર વહેંચવા આવે છે. ત્યારે તેઓ સાથે ટિફિન પણ લાવે છે. અને ત્યાં જ જમીને આરામ પણ કરી લે છે. ભરત બારડના માતાનું કહેવું છે, કે દીકરો મેયર બન્યો તેની ખુશી મા સિવાય કોને હોય ભરત ખૂબ આગળ આવે તેવા તેમને આશીર્વાદ આપ્યા હતા. અહી ફૂલ લેવા આવતા લોકોમાં પણ ખુશી છવાઈ ગઈ હતી. જો કે એવું કહી શકાય કે ભરત બારડની માતા વર્ષોથી મંદિરની બહાર બેસીને ફૂલો વહેંચે છે. તેની સુગંધ ઈશ્વર સુધી પહોંચી અને તેથી જ તેમના પુત્ર ને આ પદ મળ્યું છે.

You cannot copy content of this page