Only Gujarat

Gujarat

રાજસ્થાનના રોડ પર ગુજરાતની બસનો અકસ્માત, ચારેબાજુ લાશોના થયા ઢગલાં

11 Gujarati People died in Rajasthan Bharatpur Accident: ભાવનગરથી મથુરા જતી બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનમાં આગ્રા-જયપુર હાઇવે પર અકસ્મતા સર્જાયો હતો. રોડ પર ઉભેલી બસની પાછળ ટ્રેલરે ટક્કર મારી હતી. બસમાં ડીઝળ પુરુ થઇ જવાથી બસ રસ્તાની સાઇડમાં ઊભી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં મોત નિપજ્યાં છે, જ્યારે 12 જેટલા લોકો ઘાયલ થયા છે.

લખનપુર પોલીસ મથકના હંતરા ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત કેવી રીતે સર્જાયો? તે અંગે બસમાં સવાર પ્રતાપસિંહ રૂપસિંહ ગોહિલે હકીકત જણાવી છે. પ્રતાપસિંહ ગોહિલે કહ્યું કે, અમારી લક્ઝરી બસ રસ્તાની બાજુમાં ઊભેલી હતી. તેમાં ડીઝલ પાઇપ ફાટી જતાં ડીઝલ પૂરું થઇ ગયું હતું. તેથી ડીઝલ લેવા ગયા હતા. ડીઝલ લાવીને ડ્રાઇવર અને એક અન્ય વ્યક્તિ બસમાં ડીઝલ નાંખી રહ્યા હતા. બસના 8-10 લોકો પાછળ ઊભા હતા.

આ સમયે જ પાછળથી ટ્રક આવી. પછી ખબર નહીં કેવી રીતે 11 લોકોનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. 12-13 લોકો ઘાયલ છે. અમે પુષ્કરથી આવી રહ્યા હતા અને વૃંદાવન જઇ રહ્યા હતા. અમે રાત્રે પૃષ્કરથી જમીને 10 વાગ્યે નીકળ્યા હતા. વચ્ચે હંતરા ગામ પાસે આવેલા બ્રિજ પાસે ઊભેલા હતા. ત્યાં જ બસને અકસ્માત નડ્યો હતો. આજે સવારે 4 વાગ્યાની ઘટના છે.

પ્રતાપસિંહે કહ્યું કે, બસમાં 57 લોકો સવાર હતા. બસમાં સવાર તમામ લોકો ગુજરાતના ભાવનગરના દિહોરના છે. બસમાં સ્ત્રી-પુરુષ સહિત 57 લોકો સવાર હતા. નોંધનીય છે કે, ભાવનગરથી મથુરા જતી બસનો હંતરા ગામ પાસે આવેલા બ્રિજ પાસે અકસ્માત થયો હતો.

ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દોડી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ત્યાંના ડીએમ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, સવારે 4 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરે બસને પાછળથી ટક્કર મારી છે. 11 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 12 લોકો હોસ્પિટલમાં દાખલ છે. હાલ તેઓ ખતરાની બહાર છે. હાલ ઘાયલોને પૂરતી મદદ મળી રહે તે પ્રાથમિકતા છે.

You cannot copy content of this page