Only Gujarat

Gujarat

અમદાવાદમાં આ મહિલા કોન્સ્ટેબલ એક વર્ષના બાળક સાથે કરે છે ડ્યૂટી

અમદાવાદઃવર્કિગ મહિલાઓની લાઇફમાં ઘર, પરિવાર, બાળકો અને નોકરી બધુ જ એક સાથે સંભાળવું ખૂબ મુશ્કેલ છે. અનેક વાર મહિલાઓ કામ અને ઘરની જવાબદારીઓને મેનેજ કરવામાં યૌદ્ધા થઇ જાય છે. એવામાં જ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ માતા અને વર્દી બંન્નેની ફરજ નિભાવી હતી. તેની હિંમતને જોઇને લોકો સલામ કરી રહ્યા છે.

પોલીસ સ્ટેશનમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધી ઘોડિયું બનાવી બાળકને સૂવડાવતી જોવા મળી હતી અને ડ્યૂટી પણ કરી રહી છે.

મહિલા કોન્સ્ટેબલ માટે એક વર્ષના બાળકને સંભાળવો કોઇ સરળ કામ નથી. એવામાં બાળક સાથે ડ્યૂટી કરવી કોઇ કલ્પના જ કરી શકે છે.

પરંતુ અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ સંગીતા પરમાર આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહી છે.

સંગીતા સામે બે બે પડકારો હતા. પ્રથમ તો કાયદો-વ્યવસ્થા સંભાળવી અને બીજી એક વર્ષના બાળકને સાચવવો. અમદાવાદના વિસાત પોલીસ સ્ટેશનમાં તેની તૈનાત હતી.

સંગીતાનું કહેવું કે, આ મુશ્કેલ હતું પરંતુ મારી જવાબદારી એક માતા અને એક પોલીસ કર્મચારીની બંન્નેની હતી.

જેના કારણે મારે બંન્ને ફરજો નિભાવવાની હતી. મારું બાળક નાનું છે જેના કારણે મારે તેને મારી સાથે લઇને આવવો પડે છે. હું તેને અહી જ મારુ દૂધ પીવડાવું છું.

સંગીતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો તેની હિંમતને સલામ કરી રહ્યા છીએ. બાળક બીમાર હોવાના કારણે તે ડ્યૂટી પર બાળક સાથે જ આવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page