Only Gujarat

Gujarat

પતિ અમદાવાદમાં નોકરી કરતો અને પત્ની ગામડે દિયર સાથે સંબંધ બાંધવા લાગી

અમદાવાદમાં એક અજીબ અને શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં નોકરી કરતા યુવકની પત્ની ગામડે પોતાના દિયર સાથે રંગરેલિયા મનાવતી હતી. એટલું જ નહીં તેના ફોટો ખુદ પતિના જ બીજા ભાઈએ મોકલ્યા હતા. આ મામલે પરિવારને જાણ થતાં એક વખત સમાધાન કર્યું હતું, પરંતુ ફરીથી બંને વચ્ચે સંબંધો બંધાયા હતા.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાએ ફોન કરીને કહ્યું હતું કે મારા પતિ છૂટાછેડા આપવા માગે છે, જેથી શાહીબાગ લોકેશનની મહિલા હેલ્પલાઇનની ટીમ જગ્યા પર પહોંચી હતી અને મહિલાને પૂછતાં તેણે જણાવ્યું હતું કે તેનો પતિ અમદાવાદમાં નોકરી કરે છે અને પોતે ગામડે પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં બે દીકરી છે અને અત્યારે ફરીથી ગર્ભવતી છે.

પતિની મારઝૂડ બાદ ભાભીને દિયર દવા લગાવતો અને પછી…
પતિ જ્યારે પણ ગામડે આવતો હતો ત્યારે બોલાચાલી કરીને મારઝૂડ કરતો હતો. તેનાથી ઇજાગ્રસ્ત થતાં તેમના દિયર તેમને દવા લગાવી આપતા હતા અને બહાર પણ ફરવા લઈ જતા હતા. દરમિયાન બંને વચ્ચે આ રીતે સંબંધો બંધાયા હતા. ત્યાર બાદ પતિ અમદાવાદ રહેતો હોવાથી પોતે તેની સાથે સંબંધ રાખતી હતી.

બીજા ભાઈએ ભાભી-ભાઈનો ભાંડો ફોડ્યો
ભાભી-દિયર વચ્ચેના સંબંધ પતિના અન્ય ભાઈને જાણ થઈ હતી અને તેમના બીભત્સ તસવીરો મહિલાના પતિને મોકલી આપી હતી, જેથી પતિને પત્નીનાં કરતૂતો અંગે જાણ થઈ હતી. પત્ની પતિની ગેરહાજરીમાં પોતાના દિયર સાથે આ રીતે સંબંધ રાખતી હોવાની જાણ થતાં મોટો ઝઘડો થયો હતો. જેથી મહિલાએ દિયર સાથે સંબંધો તોડી નાખ્યા હતા. દિયર છેલ્લા એક વર્ષથી તેને હેરાનપરેશાન કરતો હોવાથી તેના મરજી વિરુદ્ધમાં સંબંધ રાખતી હતી.

સંબંધોમાં સમજાવટ થઈ, દિયર સામે ફરિયાદ થશે
પોતાના ભાઈ સાથે સાથે પત્નીના આડાસંબંધની જાણ થતાં પતિએ છૂટાછેડા આપવાની વાત કરી હતી. જેથી મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે બંનેને સમજાવ્યા હતા. એમાં પતિએ પણ પત્ની પર હાથ નહીં ઉપાડે એમ કહ્યું હતું. જ્યારે મહિલાએ પોતે કરેલી ભૂલોની માફી માગી હતી. બંને વચ્ચે સમાધાન થયું હતું. જોકે મહિલા દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાવા માગતી હોવાથી તેમને ગામડે મોકલી આપવામાં આવ્યાં હતાં.

You cannot copy content of this page