Only Gujarat

Gujarat

ગુજરાતમાં અહીં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટિકિટ આપો એટલે ફ્રીમાં કરાવે છે નાસ્તો, લાગી લાઈન

વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ હાલ સૌથી વધુ ચર્ચામાં આવી છે. કાશ્મીરી પંડિતોના સ્થળાંતરની પૃષ્ઠભૂ પર બનેલી આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત જાહેર કરવાનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે પાલનપુર જલારામ નાસ્તા હાઉસમાં ફાફડા જલેબીની દુકાન ચલાવતા વેપારી મહેશભાઈ ઠક્કરે એક નવી પહેલ કરી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોઈને આવે તેને જલારામ નાસ્તા હાઉસમાં ફાફડા જલેબીનો નાસ્તો ફ્રી આપવામાં આવે છે. જ્યારે અંજાર શહેરના નાની નાગલપર રોડ પાસે આવેલી સાંઈ હોસ્પિટલ દ્વારા દરેક વર્ગના લોકો માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની ટિકિટ બતાવવા પર OPD ચાર્જ અને મેડિસિન ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ ઘણાં સમયથી ચર્ચામાં રહી છે, વર્ષો પહેલા કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલા વ્યવહારને લઇ સાચી હકીકત શું હતી તે જણાવતી આ ફિલ્મની લઈ ઘણા દિવસોથી લોકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે આ ફિલ્મ રિલીઝ થતાં લોકોમાં ઉત્સુકતા છે.

વેપારીએ ફ્રી નાસ્તાની જાહેરાત કરી
પાલનપુરમાં જલારામ નાસ્તા હાઉસની દુકાન ચલાવતા વેપારી મહેશભાઈ ઠક્કરે એક નવી પહેલ કરી છે. જે કોઈ આ ફિલ્મ જોઈને ટિકિટ લઈને તેમની દુકાન પર આવે તેમને ફાફડા જલેબીનો ફ્રી નાસ્તો આપવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.

ફ્રી નાસ્તાની લોકોએ મજા માણી
આજે ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ જોયા બાદ લોકો પોતાની ટિકિટ લઈને આ નાસ્તાની દુકાને પહોંચ્યા હતા. જ્યાં ફ્રી નાસ્તાની લોકોએ મજા માણી હતી. આ અંગે મહેશભાઈએ જણાવ્યું હતું કે, ફાફડા જલેબી કોઈ મોટી વાત નથી. સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે. ત્યારે અમારી પણ એક ફરજ છે કે અમે પણ કંઇક કરીએ.

ફિલ્મ જોવા લોકોએ આગ્રહ કર્યો
લોકો આ ફિલ્મ જોઈને ફાફડા જલેબીનો નાસ્તાની મજા માણવા પહોંચ્યા હતા. જ્યાં લોકોએ પ્રતિભાવ આપ્યો હતો કે, આ ફિલ્મ દરેક લોકોએ થિયેટરમાં જઈને જોવી જોઈએ.

આ ફિલ્મમાં વર્ષો પહેલા બનેલી ઘટનાઓની સાચી હકીકત પર બનાવી છે. જેથી આ ફિલ્મ દરેક લોકોએ થિયેટરમાં જઈને જોવી જોઈએ તેવો લોકોએ આગ્રહ કર્યો હતો.

You cannot copy content of this page