Only Gujarat

Gujarat

RJ કુણાલના પિતાએ આ કારણે ટૂંકાવી લીધું જીવન, સુસાઈટ નોટમાં કહી આ વાત

સોલા વિસ્તારના જનતાનગર ફાટક પાસે એક વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન લાશ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં આરજે કુણાલની પૂર્વ પત્નીના પરિવારજનો સામે આક્ષેપ છે. આ અંગે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં RJના પિતા હોવાનું સામે આવ્યું
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલા વિસ્તારમાં આવેલા જનતાનગર ફાટક પાસે ઈશ્વર દેસાઈ નામના વ્યક્તિની ડેડબોડી મળી હતી. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક રેડિયો જોકે આરજે કુણાલના પિતા છે. આ સમગ્ર બનાવવામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ મામલે પોલીસે તપાસ હાથ ધરી
બીજી તરફ આરજે કુણાલની પૂર્વ પત્ની ભૂમિએ પણ થોડા વર્ષ અગાઉ આત્મહત્યા કરી હતી મૃતક ઈશ્વર દેસાઈની ડેડબોડી પાસે પોલીસને એક સુસાઇડ નોટ મળી છે. માં પૂર્વ પત્ની ભૂમિના પરિવાર સામે આક્ષેપ છે. આ સમગ્ર બનાવ અંગે સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ એનઆર વાઘેલાએ જણાવ્યું હતું કે, અમને સુસાઇડ નોટ મળી છે જેની તપાસ કરવામાં આવી રહી છે.

RJ કુણાલની પહેલી પત્નીએ પણ આત્મહત્યા કરી હતી
ભૂમિ અને કુણાલના લગ્ન 24 નવેમ્બર 2015ના રોજ થયા હતા, પરંતુ લગ્નના બે મહિનાથી પણ ઓછા સમયમાં કુણાલે ભૂમિને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેને લઈને તેણે અમદાવાદના સચિન ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે કુણાલ સહિત તેના માતા-પિતા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મામલે RJ કુણાલને 9 મહિના જેલમાં વીતાવવા પડ્યા હતા.

You cannot copy content of this page