Only Gujarat

Gujarat TOP STORIES

સુરતમાં વરરાજાએ હાથમાં મૂકી CAAના નામની મહેંદી

સુરત: હાલ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે કપલ લગ્નને યાદગાર બનાવવા માટે હટકે આયોજન કરતાં હોય છે ત્યારે સુરતમાં એક કપલના અનોખા લગ્ન યોજાયા હતાં જેમાં ગૌ માતાને મુખ્ય અતિથિ તરીકે સ્થાન અપાયું હતું. સુરતના આ લગ્ન પણ વૈદિક વિધિથી કરાયા હતાં. આ લગ્નમાં વરઘોડાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌ માતાને સૌથી આગળ રાખવામાં આવ્યાં હતાં અને તેમનું સ્વાગત કર્યા બાદ જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ લગ્નની સુરતમાં જ નહીં ગુજરાતમાં વખાણ થઈ રહ્યાં છે.

મહત્વની વાત એ છે કે, લગ્નમંડપ પાસે ગૌ માતાની હાજરીમાં ગૌવધુલીની વીધી પણ કરવામાં આવી હતી. આ કપલે કાપડ પર સંસ્કૃતમાં એક જ લગ્નની કંકોત્રી છપાવી હતી. જોકે બાકીના તમામ સગા-સંબંધીઓને માત્ર ડિજીટલ માધ્યમથી કંકોત્રી મોકલવામાં આવી હતી. આ લગ્નમાં લોકોએ ખૂબ જ મજા માણી હતી.

સુરતના ભટાર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં મૂળ રાજસ્થાનના રામપાલ ગાડોદિયાના પરિવારે પોતાના પુત્ર રોહિતના લગ્ન ધામ ધૂમથી કરાવ્યા હતાં. આ લગ્ન સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યા હતાં.

આ લગ્ન અનોખી રીતે કરવામાં આવ્યા હતાં. રોહિત ડિજીટલ ઈન્ડિયા અને હિન્દુ ધર્મની શાશ્ત્રોક પરંપરાને માન આપવા માંગતો હતો તેવી જ રીતે આ લગ્ન કરવામાં આવ્યા હતાં. એટલું જ નહીં વરરાજાએ હાથમાં મહેંદી પણ મુકાવી હતી તે પણ લોકો માટે આકર્ષકનું કેન્દ્ર બની હતી. તે મહેંદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન બીલ (CAA)નું સમર્થન કરવામાં આવ્યું હતું.

આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આ લગ્નની જાનમાં સૌથી આગળ બે ગાય અને એક વાછરડાંને રાખવામાં આવ્યું હતું. રોહિત જ્યારે જાન લઈને પહોંચ્યો ત્યારે સૌથી પહેલા વરરાજાનું નહીં પરંતુ ગૌ પૂજા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ વરરાજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં પાણી માટે પ્લાસ્ટિકના જગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નહતો. મહેમાનોને પીવા માટે માટલામાં ભરીને પાણી મુકવામાં આવ્યું હતું.

રોહિતના લગ્ન અભિલાષા સાથે થયા હતાં. જ્યારે રોહિતના પરિવારજનો દ્વારા આ થોટ કહેવામાં આવ્યો ત્યારે અભિલાષાએ આ થોટને વધાવી લીધો હતો. અભિલાષાની પણ ઈચ્છા હતી કે, મારાં લગ્ન એકદમ સાદગી પૂર્ણ કરવામાં આવે.

લગ્નમાં ચાંદલામાં આવેલી રકમ રાષ્ટ્ર માટે કાર્ય કરનાર સંસ્થાઓને અર્પણ કરવામાં આવશે. લગ્નનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને વૈદિક લગ્ન અંગે લોકોને જાગૃત કરવાનો છે.

રોહિત કુમાર બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહ્યા છે અને અભિલાષા સીએ છે. રામપાલ અને મદનલાલ બંને વર્ષોથી સારા મિત્રો હોવા ઉપરાંત ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page