Only Gujarat

Bollywood TOP STORIES

આ છે બોલિવૂડનો અસલી ચહેરો, નાનાથી માંડીને ટોચના કલાકારો ફૂંકે છે ગાંજો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત ચરસ તથા ગાંજાનો બંધાણી હોવાનો દાવો અલગ-અલગ મીડિયા હાઉસ કરી રહ્યાં છે. હવે, સુશાંતના પૂર્વ બોડીગાર્ડે ઈન્ડિયા ટુડેની તપાસમાં એ વાત કહી હતી કે બોલિવૂડ નશામાં ચકચૂર રહે છે. સુશાંતના પ્રાઈવેટ સિક્યોરિટી એસ્કોર્ટ રહી ચૂકેલા મુશ્તાકે ઈન્ડિયા ટુડેના અન્ડર કવર રિપોર્ટસ સાથે વાત કરી હતી. મુશ્તાકે 2018-2019 સુધી સુશાંત સાથે કામ કર્યું હતું. મુશ્તાકે અંડરકવર રિપોર્ટરને કહ્યું હતું કે તેણે સુશાંતને પ્રાઈવેટ પાર્ટીઓમાં તથા કારમાં મોંઘા ચરસ લેતો જોયો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઈન્ડિયા ટુડેની તપાસમાં એ વાત સામે આવી છે કે બોલિવૂડના મૂળ સુધી ડ્રગ્સ ફેલાયેલું છે.

કોકેન વગર નથી થતી કોઈ પાર્ટીઃ બોલિવૂડ સાથે જોડાયેલા કોરિયોગ્રાફર, સંગીતકાર, ડીજે તથા સિંગરે દાવો કર્યો છે કે ફિલ્મ સેલિબ્રિટિઝ કોકેનના બંધાણી હોય છે. આ વ્યક્તિએ રી-મિક્સમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. માયાનગરીની પાર્ટીમાં કોકેન ના હોય તો તેને પાર્ટી કહેવામાં આવતી નથી. વધુમાં આ સિંગરે કહ્યું હતું કે જો તમારી પાર્ટીમાં કોકેન ના હોય તો સેલિબ્રિટી યજમાનને બેવકૂફ કહે છે. આટલું જ નહીં તેઓ કોકેન વગરની પાર્ટીને પાર્ટી માનવા તૈયાર નથી. આ ઉપરાંત સેલિબ્રિટી યજમાનની મજાક ઉડાવે છે.

આ સિંગરે કહ્યું હતું કે બોલિવૂડમાં કોકેન સૌથી વધુ લેવાય છે, કારણ કે કોકેન ઝડપથી પૂરું થઈ ગયા છે. કોકેન લેવામાં ચારથી પાંચ લોકો લાઈનમાં ઊભા હોય છે. સિંગર-કમ્પોઝરના મતે, બોલિવૂડ પાર્ટીઓમાં ડ્રગ કૂરિયર્સનું કોડનેમ ગોટ હોય છે અને આ મુંબઈભરમાં ફેલાયેલા છે અને ફોન પર ઓર્ડર લે છે. વધુમાં તેમની પાસે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય છે અને તે ખખડધજ સ્કૂટર પર આવશે. તેનો ચહેરો જોઈને કોઈને પણ શંકા થાય નહીં. જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે તે ઝડપથી ડ્રગ્સની ડિલિવરી કરે છે. આવા લોકો દરેક વિસ્તારમાં રહેતા હોય છે.

બોલિવૂડના ઈનસાઈડરે દાવો કર્યો છે કે ફિલ્મ સેલિબ્રિટી લોકપ્રિય પબ્સના સઘન સુરક્ષા વ્યવસ્થાવાળા લોન્જમાં પણ ડ્રગ્સ લેતા હોય છે. સિંગરે કહ્યું હતું કે ત્યાં વીઆઈપી લોન્જ હોય છે. અહીંયા સુરક્ષા વ્યવસ્થા ખાસ હોય છે. આ બહુ જ સામાન્ય છે. તમે લો છો, હું લઉં છું, તેઓ લે છે. કોઈએ કંઈ જ છુપાવવાની જરૂર હોતી નથી. તેમણે ટીમ બનાવીને રાખી હોય છે અને જે કરવું હોય તે કરીને જ રહે છે.

રી-મિક્સ આર્ટિસ્ટના મતે, સેલિબ્રિટીઝ આખી રાત ડ્રગ્સ અંગે વાત કરે છે. તમારી પાસે ડ્રગ્સની કેટલી માત્રા છે, તમે કેટલું લો છો, મારો ડ્રગ્સ ડીલર આ છે, તમારો કોણ છે, તમારું ડ્રગ્સ મારા કરતાં વધુ સારું છે. આખી રાત બસ આ જ ચર્ચા થાય છે. અહીંયાથી કોણ આવ્યું, કોલંબિયામાં કયા ગામમાંથી ડ્રગ્સ લાવવામાં આવ્યું, કેવી રીતે મિક્સ કરવામાં આવ્યું, આ વાતો થતી હોય છે. સિંગર-કમ્પોઝરે જાતે આ આ વાત કબૂલી કે તેને પણ ડ્રગ્સ લેવાની આદત છે. પહેલા તે કોકેન લેતો હતો. તેની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. પાર્ટીમાં બધા જ લોકો ડ્રગ્સ લેતા હોય છે અને તે એકલો બેસીને કરે પણ શું. પાર્ટી રાત્રના 9 વાગે શરૂ થાય, જે બીજા દિવસે 11-12 વાગ્યા સુધી ચાલતી રહે છે.

ડ્રગ્સ સામાન્ય છેઃ એક્શન ફિલ્મ ડિરેક્ટર તથા એક્ટર તરીકે બોલિવૂડ સાથે જોડાયેલા અન્ય એક ઈનસાઈડરે પણ દાવો કર્યો હતો કે ડ્રગ્સ બોલિવૂડમાં સાવ સામાન્ય છે. દરેક વ્યક્તિ ડ્રગ્સ લે છે. દરેક પાર્ટીમાં ડ્રગ્સ હોય છે. આ બધું જ ખુલ્લેઆમ થાય છે. તમે કોઈને પણ ચહેરો જોઈ શકો છો અને તમામ અર્ધબેભાન હાલતમાં જ હોય છે.

ટોચના ડિરેક્ટર-એક્ટર્સના નામ આ એક્ટરે લીધા હતા અને તેણે કહ્યું હતું બોલિવૂડમાં અનેક લોકો લે છે. ચાર-પાંચ લોકોની એક ટીમ હોય છે અને તે ડ્રગ્સમાં ઊંડે સુધી ખૂપેલી હોય છે. તમામ લોકો ડ્રગ્સ લે છે અને માત્ર એક્ટર નહીં પરંતુ ઘણી એક્ટ્રેસિસ પણ લેતી હોય છે. બોલિવૂડ દુબઈના સપ્લાયર્સ પાસેથી ડ્રગ્સ ખરીદી કરે છે.

બોલિવૂડના સપ્લાય માટે સ્પેશિયલ કાર્ટેલઃ બોલિવૂડના એક લીડિંગ પ્રોડક્શન ડિઝાઈનર તથા આર્ટ ડિરેક્ટરે અનેક મોટા બેનર્સ સાથે કામ કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે ફિલ્મ હસ્તીઓને એક સ્પેશિયલ ડ્રગ કાર્ટેલથી ડ્રગ્સ મળે છે. સ્ટાર્સની પોતાની લૉબી હોય છે. આ ખાસ હોય છે. એક સીક્રેટ તરીકે આ આખું કાર્ટેલ ઓપરેટ થાય છે. એક છોકરો તમામ ડિલ્સ કરે છે અને સપ્લાયર્સ ગુપ્તતા જાળવીને આ કામ કરે છે.

You cannot copy content of this page