Only Gujarat

FEATURED International

ગુસ્સામાં આવીને પત્નીએ દાંત વડે અડધી રાત્રે પતિનો કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ અને…

લુસાકા, જામ્બીયાઃ પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ગાઢ હોય છે. તેમની વચ્ચે ઘણીવાર ઝઘડા પણ થતા હોય છે, પરંતુ અમુકવાર આ ઝઘડાઓ એક હદ પાર કરી જાય છે. અમુકવાર એવા ઝઘડાઓ થાય છે કે જે પછી સંબંધને થયેલા નુકસાનની ભરપાઈ લાંબાગાળા સુધી ભરી શકાતી નથી. હવે જરા વિચારો કે જ્યારે એક ઉંદર જેવી નાની વાતે પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો એ હદે આગળ વધ્યો કે પત્નીએ પોતાના પતિના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કાપી નાંખ્યું. જે પછી પીડાથી તરફડતા પતિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. વ્યક્તિની સ્થિતિ ઘણી ગંભીર છે. આ ઘટના બાદ પતિ-પત્નીએ છૂટાછેડા લઈ લીધા હતા.

આ ચોંકાવનારી ઘટના જામ્બીયાની છે. અહીં પતિ-પત્ની વચ્ચે લડાઈ થઈ અને તે પછી પત્નીએ જે કર્યું અત્યંત ચોંકાવનારું હતું. ગુસ્સામાં પત્નીએ પોતાના પતિના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કાપી નાખતા તે પીડાથી તરફડવા લાગ્યો, જેને હોસ્પિટલ લઈ જવાયો. એક માહિતી અનુસાર જામ્બીયાના કૉપરબેલ્ટમાં રહેતી મુકુપા મુસુંડા અને તેના પતિ અબ્રાહમ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો.


પતિ-પત્ની વચ્ચે થોડા સમય પહેલાથી જ અણબનાવ ચાલી રહ્યો હતો. આ કારણે તેઓ જુદા-જુદા રૂમમાં સુતા હતા. અચાનક ઘટનાના દિવસે મહિલાને તેના રૂમમાં ઉંદર જોવા મળ્યો. મહિલાએ બુમ પાડી પોતાના પતિને બોલાવ્યો અને તેને ઉંદર બહાર નીકળવાનું કહ્યું. જોકે, પતિએ પત્નીની વાત માનવાનો ઈન્કાર કર્યો હતો.


પતિએ ઈન્કાર કર્યા બાદ રોષે ભરાયેલી મહિલા મોડી રાત સુધી દારુ પીતી રહી. જે પછી નશામાં ચૂર થઈ તે પતિના રૂમમાં ગઈ અને પોતાનો બદલો લેવા પતિનો પ્રાઈવેટ પાર્ટ દાંત વડે કાપી નાંખ્યો. હાલ અબ્રાહમ કિટ્વે ટીચિંગ હોસ્પિટલમાં એડમિટ છે. જ્યાં તેને ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યો હતો. હજુપણ તેની સારવાર ચાલી રહી છે.

You cannot copy content of this page