યુવકે પેન્ટ પર હાથ મૂકીને ગયો હોસ્પિટલમાં, ડોક્ટરને કહ્યું, જલ્દી કરો, મારી સારવાર કરો…
નશીલી ચીજોનું સેવન નુકસાનકારક છે. લોકોને તેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેમ છતાં લોકો તેનું સેવન કરવામાં અચકાતા નથી અને મુસીબતમાં ફસાઇ જાય છે. આવો જ એક કિસ્સો જ્યોર્જિયામાં સામે આવ્યો છે. જ્યાં રહેતા એક યુવકને વિચિત્ર કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. યુવકને ગાંજો ફૂંકવાની આદત હતી. આ કારણે તેને પ્રિયપિઝ્મ એટલે કે પ્રાઇવેટ પાર્ટમાં ખેંચાણની સમસ્યા થઇ હતી.
ધ સનમાં છપાયેલી એક રિપોર્ટ અનુસાર, 32 વર્ષનો આ વ્યક્તિ 16 વર્ષની ઉંમરથી ગાંજો ફૂંકવાની આદત હતી. આ કારણે તેને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવકની ઓળખ છુપાવવામાં આવી હતી. વ્યક્તિને પ્રાઇવેટ પાર્ટમાં ખેંચાણ થવાના કારણે ખૂબ દર્દ થઇ રહ્યુ હતું જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
ડોક્ટરે તપાસ બાદ જાણવા મળ્યું કે, તેને પ્રિયપિઝ્મ છે. આ મેડિકલ સ્ટેટમાં પુરુષોના પ્રાઇવેટ પાર્ટમાં લાંબા સમય સુધી ખેંચાણ રહે છે. એડમિટ થયેલા વ્યક્તિને 12 કલાકથી વધુ સમય સુધી ખેંચાણ રહ્યુ જેના કારણે તેને દર્દ થઇ રહ્યું હતુ.
તે વ્યક્તિએ ડોક્ટર્સને જણાવ્યું કે, તે 16 વર્ષની ઉંમરથી ગાંજો ફૂકે છે. દર વખતે ગાંજો પીધા પછી પ્રાઇવેટ પાર્ટમાં ખેંચાણ થાય છે. પરંતુ તે ચાર કલાકમાં ઠીક થઇ જાય છે પરંતુ આ વખતે એવુ થયું નહી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ યુવકને ફરીથી આ સમસ્યા થઇ હતી જેને કારણે તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યોર્જિયાના કોલિસિયમ મેડિકલ સેન્ટર્સની ટીમે જણાવ્યું કે, ગાંજાના કારણે પ્રિયપિઝ્મનો આ પ્રથમ કિસ્સો છે. અત્યાર સુધી જેટલા કેસ સામે આવ્યા છે તેમાંથી આ અલગ છે. વાસ્તવમાં ગાંજો પીધા બાદ વ્યક્તિના શરીરમાં અનેક ફેરફાર આવે છે. નસોમાં ખેંચાણ આવે છે અને વ્યક્તિ ઓવર એક્સાઇટેડ થઇ જાય છે. ડોક્ટર્સના મતે પ્રિયપિઝ્મ ખૂબ ખતરનાક છે.
લાંબા સમય સુધી પ્રાઇવેટ પાર્ટની નસોમાં ખેંચાવ રહેવાના કારણે વ્યક્તિને ખૂબ મોટું નુકસાન ઉઠાવવું પડે છે. જોકે, આ વ્યક્તિને સારવાર બાદ રજા આપી દેવામાં આવી. ડોક્ટર્સે તેને ગાંજો ન પીવાની સલાહ આપી હતી.