Only Gujarat

International

મર્યાના 30 મીનિટ બાદ જીવતી થયેલી આ મહિલાએ કર્યા ચોંકાવનારા દાવાઓ

US Woman Tina Hines: મોત પછીની દુનિયાનો વધુ એક દાવો સામે આવ્યો છે. પહેલા પણ આવા અનેક દાવાઓ કરાયા છે. મોટાભાગના લોકોના દાવાઓમાં સમાનતા પણ જોવા મળી છે. આજ દિન સુધી મૃત્યુ જીવનનું સૌથી મોટું રહસ્ય બની રહ્યું છે, મૃત્યુ પછી શું થાય છે, કેવું હોય છે જીવન કે વૈજ્ઞાનિકોએ રિસર્ચ દ્વારા મોત પછીના જીવનને સાબિત પણ કરી આપ્યું છે પરંતુ જેવો જોઈએ તેવો ખુલાસો કે સંતોષકારક જવાબ મળ્યો નથી. હવે અમેરિકાની વધુ એક મહિલાએ આવો દાવો કર્યો છે.

મરીને 30 મિનિટમાં જીવતી થનારી મહિલાએ શું કર્યા દાવાઓ

અમેરિકાના ઓહિયોની ટીના હાઈનેસ નામની મહિલા મૃત્યુની 27 મિનિટ બાદ જ જીવતી થઈ હતી. જીવતી થયા બાદ ટીનાએ પતિ અને ડોક્ટર્સ સાથે જે અનુભવો શેર કર્યા હતા, જે ખરેખર ચોંકાવનારા છે. પતિના જણાવ્યા અનુસાર, પત્ની ટીના જીવિત થઈ ત્યારે તેણે ઈશારાથી પેન અને કાગળો મંગાવ્યાં હતા અને પછી તેણે તેમની પાસે લખાવ્યું હતું જે વાંચીને જે વાંચીને ડોક્ટર અને પતિ પણ ચોંકી ગયા હતા.

ટીનાના જણાવ્યા અનુસાર, તેણે 27 મિનિટ દરમિયાન ઘણા રંગો જોયા હતા અને તે તેની આંખોની સામે તરતા હતા. આ રંગો ખૂબ ચમકતાં અને ચોખ્ખા હતા. ટીનાએ 30 મિનિટ દરમિયાન ઘણી આકૃતિઓ પણ જોઈ હતી જેમાં એક ઈશુ ખ્રિસ્તી પણ સામેલ હતી. હાર્ટ એટેકને કારણે ટીનાનું મોત થયું હતું જોકે મોતની 30 મિનિટ બાદ ટીના ફરી જીવતી થઈ હતી

અમેરિકન ડોક્ટર જેફરી લોંગનો દાવો છે કે મોત બાદ શું થાય તેની તેમને ખબર છે. આ ડોક્ટરે જેમનો મોતનો અનુભવ થયો હતો અથવા તો જેઓ કોમામાં હતા કે જેઓ મોતને માત આપીને ફરીથી જીવિત હતા તેવા 5000 લોકો પર રિસર્ચ કર્યું છે અને તેમના આ અનુભવને આધારે તેમણે મોત પછીનું રહસ્ય ઉકેલ્યું હોવાનો દાવો કર્યો છે.

તાજેતરના ઈનસાઈડર નામના મેગેઝિનમાં તેમણે એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તેઓ કહે છે કે જે વ્યક્તિ કોમામાં હોય અથવા તબીબી રીતે મૃત્યુ પામેલી હોય તેને હૃદયના ધબકારા હોતા નથી, તેનો સ્પષ્ટ અનુભવ હોય છે. તે જોઈ શકે છે, સાંભળી શકે છે, લાગણીઓ અનુભવી શકે છે અને અન્ય જીવો સાથે વાતચીત કરી શકે છે.

45 ટકા લોકોએ શરીરમાંથી આત્મા બહાર આવવાનું ફિલ કર્યું

જેફરી લોંગે કહ્યું કે મારા રિસર્ચમાં મને જણાયું છે કે 45 ટકા લોકોએ શરીરમાંથી આત્મા બહાર આવવા જેવા અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે મને ઘણા એવા લોકોનો અનુભવ છે કે જેમણે મૃત્યુ પછીનું જીવન અનુભવ્યું છે અને તેઓ દાવો કરતા હતા કે તેમની ચેતના (જીવ) તેમના ભૌતિક શરીરથી અલગ છે, સામાન્ય રીતે કંઈક અલગ અનુભવે છે.” જેના કારણે તેઓ પોતાની આસપાસ આવી પ્રવૃત્તિઓ જાણે છે, જેને સમજવી સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે.

એક ઉદાહરણ આપતા અમેરિકી ડોક્ટરે કહ્યું કે એક મહિલા પગદંડી પર પોતાના ઘોડા પર સવાર થતી વખતે નીચે પડી ગઈ અને બેભાન થઈ ગઈ. થોડી વાર સુધી બેભાન રહ્યાં બાદ ભાનમાં આવતાં મહિલાએ દાવો કર્યો કે તેનું નિર્જીવ શરીર રસ્તા પર પડ્યું હોવા છતાં પણ તેનો આત્મા ઘોડા સાથે ચાલી રહ્યો હતો. ખેતર સુધી પહોંચતાં સુધી આત્મા સાથે રહ્યો હતો અને ઘોડો જ્યાં સુધી ખેતર સુધી આવ્યો ત્યાં સુધીી તેનું શરીર તેની સાથે નહોતું. આ ઘટનાને નજરે જોનાર લોકોએ પણ મહિલાની વાત સાચી ગણાવી છે.

You cannot copy content of this page