Only Gujarat

International

50 વર્ષથી નાકની અંદર ફસાયો હતો સિક્કો, અંતે આ રીતે ડૉક્ટરે કાઢ્યો બહાર

રશિયાથી આવેલી એક ખબર ચોંકવનારી છે. 59 વર્ષના એક વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી ડૉક્ટર પાસે પહોંચ્યો. વ્યક્તિનું કહેવું હતું કે તે પોતાના જમણા નસકોરાથી શ્વાસ નહોતો લઈ શકતો. ઈલાજ દરમિયાન જ્યારે ડૉક્ટરોએ જ્યારે વ્યક્તિના નાકની તપાસ કરી તો તેઓ પણ હેરાન રહી ગયા. આ વ્યક્તિના નાકમાં એક સિક્કો ફસાયેલો હતો. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

ડૉક્ટરે પૂછતા વ્યક્તિએ કહ્યું કે તે, છ વર્ષનો હતો ત્યારે તેણે ભૂલથી નાકમાં સિક્કો ફસાવી લીધો હતો. ગુસ્સાના ડરથી આ વાત તેણે પોતાની માતાને ન જણાવી. જે બાદ તે ખુદ ભૂલી ગયો કે તેના નાકમાં સિક્કો ફસાયેલો છે.

જે બાદ વ્યક્તિ 50 વર્ષ સુધી કોઈ સમસ્યા વિના શ્વાસ લેતો રહ્યો. અડધી સદીથી પણ વધુ સમય પસાર થઈ ગયા બાદ વ્યક્તિને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ તો તે ડૉક્ટરની પાસે આવ્યો. હૉસ્પિટલમાં ડૉક્ટરે જ્યારે તેના નાકનું સ્કેનિંગ કર્યું તો નાકમાં સિક્કા જેવી ચીજ ફસાયેલી જોવી મળી.

આટલા વર્ષોથી નાકમાં સિક્કો ફસાયેલો રહેવાના કારણે તેના ચારે તરફ પથ્થર જેવી સંરચના થઈ ગઈ હતી. જેના કારણે વ્યક્તિ શ્વાસ નહોતો લઈ શકતો. ડૉક્ટરોએ ઘણી જ સાવધાનીથી ઑપરેશનના માધ્યમથી તે સિક્કાને નાકથી બહાર કાઢ્યો.

આ સિક્કો જ્યારે વ્યક્તિની નાકમાં ફસાયેલો હતો ત્યારે તેની કિંમત એક પૈસાની આસપાસ હતી. વ્યક્તિના નાકમાંથી આ સિક્કો 53 વર્ષ બાદ કાઢવામાં આવ્યો. ઑપરેશન કરનારા ડૉક્ટરે કહેવું છે કે, ઑપરેશન સફળ રહ્યું અને તે વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ વ્યક્તિ હવે આરામથી લાંબા શ્વાસ લઈ શકે છે.

આ પહેલા 2015માં પણ કાંઈક એવી જ ખબર સામે આવી હતી જ્યારે 51 વર્ષના સ્ટીવ ઈસ્ટનની છીંકમાં રમકડાનો એક ટુકડો નિકળ્યો હતો. સ્ટીવ જ્યારે સાત વર્ષના હતા તો આ ટુકડો તેના નાકમાં ફસાઈ ગયો હતો. તેના માતા-પિતા જ્યારે તેને હૉસ્પિટલમાં લઈ ગયા ત્યારે પણ ડૉક્ટર તેને નાકમાંથી ન કાઢી શક્યા.

આ કારણે ઈસ્ટનને માથામાં દુઃખાવો અને સુંઘવામાં તકલીફ થતી હતી. તેણે કહ્યું કે તે એ વાતથી સંપૂર્ણ અજાણ્યો હતો કે ટુકડો 44 વર્ષથી તેના નાકમાં ફસાયેલો હતો.

You cannot copy content of this page