Only Gujarat

International TOP STORIES

સ્વસ્થ થયા બાદ તમારા શરીરમાં ફરી જોવા મળે કોરોનાવાઈરસનાં લક્ષણ તો…..

વિશ્વમાં કોરોના વિનાશની વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ચેપ વિશેની મહત્વપૂર્ણ માહિતી આપી છે. સંગઠને કહ્યું છે કે કોરોના ચેપમાંથી સાજા થયેલા દર્દીઓનો ફરી પોઝિટિવ ટેસ્ટ આવવાની પાછળ ફેંફ્સાની મરેલી કોશિકાઓ જવાબદાર હોઈ શકે છે. હકીકતમાં એપ્રિલમાં દક્ષિણ કોરિયાના આરોગ્ય અધિકારીઓએ 100થી વધુ આવા દર્દીઓ વિશે જણાવ્યુ હતું. જેઓ સ્વસ્થ થયા પછી પરીક્ષણમાં ફરી પોઝિટિવ મળ્યાં હતા. ત્યારબાદ ચીનમાં પણ આવા કેટલાક કેસ નોંધાયા હતા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની બીજી લહેર વધી રહી છે. ત્યાર બાદ WHOએ આ માહિતી શેર કરી છે.

ફરી પોઝિટિવ આવવું રિકવરી ફેઝ
WHOના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અમે તપાસ કરી છે કે કેટલાક દર્દીઓ ક્લિનિકલી સ્વસ્થ થયા પછી પણ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. તાજા માહિતી અને જાણકારીઓનાં આધારે આપણે કહી શકીએ કે તેનું કારણ ફરીથી ચેપ નથી પરંતુ દર્દીઓના ફેફસાંમાંથી બહાર નીકળેલા મૃત કોષો છે.

WHOનાં પ્રવક્તાએ કહ્યું કે આ મૃત કોશિકાઓ છે જે ચેપનો શિકાર થઈ હતી. અમારા મતે આ દર્દીનો રિકવરી ફેઝ છે જેમાં શરીર પોતે જ સફાઈ શરૂ કરે છે અને તેને ચેપ કહેવું યોગ્ય નથી.

ડેડ સેલ્સ ફેંફ્સાનાં ટુકડા છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામનો એક ભાગ અને ચેપી રોગ રોગચાળાના નિષ્ણાત મારિયા વેન કેહોવ, “ડેડ સેલ્સ (મૃત કોશિકાઓ)” ના કેસને સમજાવતા કહે છે કે, જેમ ફેફસાં પોતાને સાજા કરવા લાગે છે, તો તેનો હિસ્સો રગેલો ડેડ સેલ્સ બહાર આવવા લાગે છે.

વાસ્તવમાં, આ ફેફસાના જ સૂક્ષ્મ અંશ હોય છે જે નાક અથવા મોં દ્વારા બહાર નીકળે છે. આ મૃત કોષો ચેપી વાયરસ નથી અને ના તો તે સંક્રમણનું રી-એક્ટિવેશન છે. હકીકતમાં, આ સ્થિતિ ઉપચાર પ્રક્રિયાનો એક હિસ્સો છે. પરંતુ શું દર્દીને આને કારણે ઈમ્યુનિટી મળી હતી? આ સવાલનો જવાબ હાલમાં અમારી પાસે નથી.

એક સપ્તાહ બાદ બનવા લાગે છે એન્ટીબૉડીઝ
રિસર્ચમાં બહાર આવ્યું છે કે નવા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં એક અથવા એક સપ્તાહ બાદ એન્ટીબૉડીઝ બનવાનું શરૂ થઈ જાય છે. અને તે બાદ સંક્રમણના લક્ષણ ઘટવા લાગે છે.

હજી સ્પષ્ટ નથી ઈમ્યુનિટી કેટલી
વિશેષજ્ઞોનું કહેવું છેકે, તે હજી પણ સ્પષ્ટ નથી કે, શરીર વાયરસનાં નવા હુમલાઓને સહન કરવા માટે પર્યાપ્ત માત્રામાં ઈમ્યુનિટી મેળવી લે છે. તેના વિશે હજી પણ ઓછી સમજ છેકે, એકવાર મળેલી ઈમ્યુનિટી કેટલાં દિવસો ટકે છે.

દરેક વાયરસ માટે ઈમ્યુનિટી અલગ
ડબ્લ્યુએચઓ મુજબ, અમે સ્વસ્થ થયેલાં દર્દીઓ પાસેથી વ્યવસ્થિત રીતે સેમ્પલિંગ કરી રહ્યા છીએ અને રિસર્ચ બાદ જ સમજાશે કે, તેઓ નવા વાયરસને ક્યાં સુધી દૂર રાખી શકશે. આપણે તે પણ સમજવાની જરૂર છેકે, શું તેમનો ટેસ્ટ પોઝિટિવ આવવાનો મતલબ એ છેકે, તેઓ બીજાને પોતાની જેમ સંક્રમિત કરી શકે છે.

જૂના રોગોથી પાઠ
ઓરીથી લઈને સાર્સ સુધી અલગ-અલગ વાયરસ માટે લોકોની ઈમ્યુનિટી અલગ હોય છે. તે થોડા મહિનાથી લઈને જીવનભર પણ હોઈ શકે છે. એવામાં હવે પુરું ફોકસ ઈમ્યુનિટી છે કારણકે જૂની બિમારીઓમાંથી અમે એવું જ શીખ્યા છીએ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page