Only Gujarat

FEATURED TOP STORIES

શું રશિયાએ ચોરી કરીને બનાવી કોરોનાની વેક્સિન? કોરોનાનું કરાયું સફળ પરિક્ષણ?

દુનિયામાં કોરોના વેક્સિન બનાવવા માટે ઘણા દેશો મહેનત કરી રહ્યા છે. આ વેક્સિનને બન્યા બાદ કદાચ જ પહેલાંની જેમ દુનિયા નોર્મલ થઈ શકે. સાથે જ જે પણ દેશ આ વાયરસનું દેશમાં ઈંજેક્શન પહેલાં બનાવશે. તેનું દુનિયામાં મહત્વ વધી જશે. આ કારણે બધા જ દેશો આ ઈંજેક્શનને બનાવવામાં વ્યસ્ત છે. ઓક્સફર્ડ દ્વારા બનાવવામાં આવી રહેલું ઈંજેક્શન ઘણી હદ સુધી સફળ માનવામાં આવે છે.

આ બધા વચ્ચે થોડ દિવસો પહેલાં યુકેએ રશિયા ઉપર ઈંજેક્શન બનાવવાની રીત ચોરવાનો આરોપ લગાવ્યો હતો. તેનાં થોડા દિવસ બાદ એક અરબપતિ કપલે દાવો કર્યો હતોકે, તેમણે કોરોનાની રસી મૂકાવી છે. ત્યારબાદ હવે બે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છેકે, પહેલી એકે, રશિયાએ કોરોનાની સારવાર શોધી લીધી છે અને બીજીએ કે, શું ખરેખર રશિયાએ આ ઈંજેક્શન બનાવ્યુ છેકે, UK દ્વારા બનાવેલાં આ ઈંજેક્શનની ચોરી કરી છે. કપલનાં દાવા બાદ બંનેની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ઈંજેક્શવ લીધા બાદ બંનેની પરિસ્થિતી કેવી છે.

રશિયાનાં વેલ્થફંડનાં પ્રમુખ 45 વર્ષનાં કિરિલ દમિત્રિએવે દાવો કર્યો છેકે, તેમણે અને તેમની પત્નીએ કોરોનાનું ઈંજેક્સન લીધુ છે અને તેમનું કહેવું છેકે, મોસ્કોમાં ટ્રાયલમાં તેમણે વેક્સિન લીધી હતી.

કિરિલનું કહેવું છેકે, તેમણે અને તેતેમની પત્ની, નતાલયા પોપોવ સહિત તેમની ફેમિલીનાં લોકોએ ઈંજેક્શન લીધુ છે. ત્યારબાદ તેમની અંદર કોરોના સામે લડવા માટા એન્ટીબોડીઝ ડબલ થઈ ગઈ છે.

આ દાવા બાદથી આ અરબપતિ કપલ ચર્ચામાં આવી ગયુ છે. કિરિલની પત્ની પાર્ટટાઈમ મોડલ પણ છે. સાથે જ તે ટીવી પ્રેઝેન્ટેટર પણ છે. કહેવામાં આવી રહ્યુ છેકે, આ પરિવારનું કનેક્શન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મોટી પુત્રી સાથે છે. આ કારણે પરિવારનાં આ પ્રાયોરિટી મળી છે.

હવે આ અરબપતિએ દાવો કર્યો છેકે, તે આ ઈંજેક્શનાનં ત્રીજા ફેઝને પણ ઈંજેક્ટ કરાવવાનાં છે. અત્યાર સુધી આપેલાં ઈંજેક્શનથી તેમની અને તેમના પરિવારની ઈમ્યૂનિટી ઘણી વધી ગઈ છે. સાથે જ જો ત્રીજું ઈંજેક્શન પણ સફળ રહેશે તો રશિયા કોરોના વેક્સિન બનાવનારો પહેલો દેશ હશે. અને અરપતિનો પરિવાર ઈંજેક્શન લગાવવાવાળું પહેલું ફેમિલી હશે.

પરંતુ આ દાવા બાદ તરત જ હડકંપ મચી ગયો છે. વાસ્તવમાં થોડા સમય પહેલાં અમેરિકા, યુકે અને કેનેડાએ રશિયા ઉપર તેમની રસી ચોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતોકે, રશિયાનાં હેકર્સ તેમની રસી બનાવવાની રીતોની ચોરી કરી રહ્યા છે.

વાસ્તવમાં રશિયાનાં હેકર્સ ગ્રુપ કોઝી બિયરની ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો.આ ગ્રુપે તેના દેશની કોરોનાની રસીને વધારે એડવાન્સ બનાવવા માટે ડેટા ચોર્યો હતો. ઘણા દેશોમાંથી તેઓ સેન્સેટિવ જાણકારી ચોરવામાં સફળ રહ્યા છે.

વાત જો અન્ય દેશોની કરીએતો, યુકેનો પણ દાવો છેકે, તે જલ્દીથી ઈંજેક્શન બનાવી લેશે. ટ્રાયલ્સ સતત સફળ થઈ રહ્યા છે અને જો બધુ જ બરાબર રહેશે તો દુનિયાને જલ્દીથી કોરોનાથી છૂટકારો મળી જશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page