Only Gujarat

Bollywood FEATURED

ક્યારેય જોઈ છે ખૂંખાર વિલનની ગ્લેમરસ દીકરીઓને, અંદાજ છે કંઈક આવો

આદિત્ય પંચોલી
આદિત્ય પંચોલી ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કરવા માટે ઓળખાય છે. તેમની દીકરીનું નામ સના છે, જે ખૂબ જ સુંદર છે. આ ઉપરાંત આદિત્ય પંચોલીને એક દીકરો પણ છે, જેનું નામ સૂરજ પંચોલી છે.

નસીરુદ્દીન શાહ
બોલિવૂડના સારા કલાકારોમાંથી એક નસીરુદ્દીન શાહની દીકરીનું નામ હીવા શાહ છે અને તે એક થિએટર આર્ટિસ્ટ છે. હીબા નસીરુદ્દીન શાહની પહેલી પત્નીની દીકરી છે. હીબા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

પ્રેમ ચોપડા
પ્રેમ ચોપડાને ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કરતાં તમે જોયાં હશે. પ્રેમ ચોપડાને ત્રણ દીકરી છે, જેમનું નામ રકિતા, પુનીતા અને પ્રેરણા છે. પ્રેમ ચોપરાની મોટી દીકરી રકિતાએ રાહુલ નંદા સાથે લગ્ન કર્યાં છે. પુનિતાએ ગાયક અને ટીવી એક્ટર વિકાસ ભલ્લા સાથે લગ્ન કર્યા છે અને નાની દીકરી પ્રેરણાના લગ્ન એક્ટર શરમન જોશી સાથે થયાં છે.

રાજ બબ્બર
રાજ બબ્બર 90નાં દશકના ખતરનાક વિલનમાંથી એક છે. રાજ બબ્બરની દીકરીનું નામ છે જૂહી. જૂહીએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું પણ તે સફળ રહી નહોતી. આ પછી તેમણે ટીવી એક્ટર અનૂપ સોની સાથે લગ્ન કરી લીધા હતાં.

શક્તિ કપૂર
બોલિવૂડના દિગ્ગજ એક્ટરમાં સામેલ શક્તિ કપૂરની દીકરીનું નામ શ્રદ્ધા કપૂર છે, જેને દરેક લોકો ઓળખે છે. આજે શ્રદ્ધા કપૂર ટૉપ એક્ટ્રસના લિસ્ટમાં સામેલ છે. શ્રદ્ધા કપૂરે અત્યાર સુધી પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

You cannot copy content of this page