Only Gujarat

FEATURED National

લગ્નના દોઢ મહિનામાં જ આ જાંબાઝ કમાન્ડો વીરનું થયું મોત, હજી પણ નથી મળી લાશ

જોધપુરઃ લગભગ 48 કલાક પહેલાં જોધપુરના કાયલાના લૅકમાં ગુમ થયેલાં સ્પેશિયલ ફોર્સના કમાન્ડો અંકિત ગુપ્તાનો શબ હજુ સુધી મળ્યો નથી. એરફોર્સ અને સેનાના 150 જવાન સતત ત્રણ દિવસથી જવાનને શોધી રહ્યા છે. શબને શોધવા માટે ગત શનિવારે દિલ્હીથી સ્પેશિયલ ટીમને બોલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાના 10 પેરા કમાન્ડો પોતાના નિયમિત યુદ્ધાભ્યાસ દરમિયાન કાયલાના લૅકમાં અભ્યાસ કરી રહ્યા હતાં, તે દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનાની જાણ પરિવારને કરાતાં તેઓ સ્તબ્ધ છે. કૅપ્ટન અંકિતની નવપરિણીત પત્ની અને અન્ય પરિજનો ગત રાત્રીએ જોધપુર આવી ગયાં છે. (કૅપ્ટન અંકિતનો શબ મળ્યો નથી, માટે અમે તેમના મૃત્યુની પુષ્ટિ કરતાં નથી.)

સેનાના સ્પેશિયલ ફોર્સના કમાન્ડો સાથે કૅપ્ટન અંકિત ગુપ્તાએ શુક્રવારે બપોરે લૅકમાં હૅલિકૉપ્ટરથી છલાંગ મારી હતી. આ પછી 3 જવાન બહાર નીકળી ગયાં, પણ કૅપ્ટન અંકિત ગુપ્તા લૅકમાંથી બહાર નીકળ્યા નહોતાં. એવામાં સેનાના અધિકારીઓનું કહેવું છે કે, જવાનનું મોત થઈ ગયું છે, પણ અત્યાર સુધી શબ મળ્યો નથી. જવાનને શોધવા માટે લગભગ એક ડઝન બૉટ, હાઇલી ઇક્યૂપમેન્ટ અને તરવૈયા શોધ કરી રહ્યાં છે.

ગુરુગ્રામના રહેવાસી 28 વર્ષિય કૅપ્ટન અંકિતના લગ્ન 23 નવેમ્બરે થયાં હતાં. અંકિતને સેના પ્રત્યે એટલો લગાવ હતો કે, તે લગ્ન થયાના થોડાં દિવસ પછી પોતાની ટ્રેનિંગ પુરી કરવા માટે જોધપુર ગયાં હતાં. કમાન્ડોએ તેમના એક મિત્રને જણાવ્યું હતું કે, ‘હવે લગ્ન તો થઈ ગયા છે, પણ દેશની સેવા પહેલા છે.એટલે પત્ની સાથે પછી હું સમય પસાર કરી લઈશ.’ પણ તે પહેલાં આ દુર્ઘટના થઈ ગઈ.

સોશિયલ મીડિયા પર કૅપ્ટન અંકિતના ફ્રેન્ડ અને સંબંધી તેમને જાંબાઝ કહી ભીની આંખે તેમને યાદ કરી ઇમોશનલ પોસ્ટ લખી રહ્યાં છે. સંબંધમાં અંકિતના ભાઈ દીપક અગ્રવાલે લખ્યું કે, ‘ભાઈ સાથે 10 ડિસેમ્બરે અંતિમ વાત થઈ હતી. જેમાં તેમણે લગ્નના બંધનમાં બંધાયા પછી દિલ ખોલીને આવનારા 25 વર્ષની યોજનાઓ વિશે જણાવ્યું હતું, પણ કોને ખબર હતી કે તેમના સપના આટલાં જલદી ટૂટી જશે. તે અમને દરેકને છોડીને જતાં રહેશે તેના વિશે વિચાર્યું પણ નહોતું. અંકિતના જુસ્સાને સલામ કરું છું, તમે સદા અમારા દિલમાં રહેશો.’

કમાન્ડો અંકિતની પરિચિત શાલિની સિંહ સેંગરે લખ્યું કે, ‘અંકિતનું આ રીતે છોડીને જવું ખૂબ જ આઘાતજનક છે. જેને કોઈ ભૂલી શકશે નહીં, ગઈકાલ રાત્રે તેને વાત કરી હતી, તે લગ્ન પછી શરૂ થયેલી નવી જિંદગીથી ખૂબ જ ખુશ હતો, પણ થોડા દિવસમાં આવું થશે તે વિચાર્યું નહોતું. અમે એક કાબેલ ઑફિસર ગુમાવી દીધો.’

કૅપ્ટન અંકિતના ફ્રેન્ડ અને સેનાના સાથી જવાનોનું કહેવું છે કે, ‘અંકિતને પાણી સાથે ખૂબ જ લગાવ હતો. તે જ્યારે પણ આસપાસ કોઈ નદી જોતો તો તેમાં તરવા માટે છલાંગ મારી જ દેતો હતો. આજે તે જ પાણી તેની મોતનું કારણ બન્યું છે. આ કેવો સંયોગ છે…, જેનાથી વધારે લગાવ હતો તે જ તેને લઈ ગયો.’ (જોધપુરના કાયલાના લૅકનો ફોટો)

You cannot copy content of this page