Only Gujarat

FEATURED National

પાંચ બહેનોનાં એકમાત્ર ભાઈની થઈ છે વાયુસેનામાં પસંદગી, ગરીબીમાં વિત્યુ છે બાળપણ

રાજસ્થાનનાં જોધપુર જીલ્લાથી એક યુવકે ઉંચી ઉડાન ભરી છે, વાસ્તવવમાં જીલ્લા જોધપુરથી 96 કિલોમીટર દૂર હરલાયા ગામની ઝૂંપડીમાંથી એક વાયુસેનાનો અધિકારી નીકળે છે. સફળતાની આ ઉંચી ઉડાન અહીંનાં દિકરા નિમ્બારામ કડવાસરાએ ભરી છે. પાંચ બહેનોનાં એકમાત્ર ભાઈ નિમ્બારામનું બાળપણ બહુજ ગરીબીમાં વિત્યુ છે.

વાયુસેનામાં પસંદગી બાદ નિમ્બારામે જણાવ્યુ, પિતાનું મોત થયા બાદ નવમા ધોરણ બાદ ભણવાનું છોડવાનો સમય આવી ગયો હતો. પરંતુ માતાએ હિંમત દેખાડી અને પુત્રનો વિશ્વાસ વધાર્યો અને પરિણામ એ છેકે, નિમ્બારામની ભારતીય વાયુસેનામાં પસંદગી થઈ ગઈ છે. નિમ્બારામ હાલમાં કર્ણાટકનાં બેલગામનાં સાંબરા સ્થિત ટ્રેનિંગ સ્કૂલમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.

કર્ણાટકમાં ચાલી રહી છે ટ્રેનિંગ
નિમ્બારામ કડવાસરાએ જણાવ્યુકે, ભારતીય વાયુસેનામાં સપ્ટેમ્બર 2019ની બેચમાં 2620માંથી 902માં રેંકમાં એરફોર્સ ગ્રુપ એક્સ(ટેક્નિકલ) પદ પર પસંદગી થઈ હતી. ગામ હરલાયાથી 4 જૂલાઈ 2020નાં રોજ નિમ્બારામ કડવાસરા સાંબરા સ્થિત એરમેન ટ્રેનિંગ સ્કૂલ માટે રવાના થયા હતા.

બેલગામમાં ડિસેમ્બર 2020 સુધી બેસિક ટ્રેનિંગ થશે. પછી ચેન્નાઈમાં ટ્રેડ ટ્રેનિંગ થશે. ત્યારબાદ પોસ્ટિંગ આપવામાં આવશે.

ગામ હરલાયાનાં રૂપારામ અને કોઝીદેવીનાં ઘરમાં વર્ષ 2011માં નિમ્બારામનો જન્મ થયો હતો. પાંચ બહેનોનાં એકમાત્ર ભાઈનેચાર મોટી બહેન શોભા, કમલા, ધાપૂ, પ્રમિલાનાં લગ્ન થઈ ચૂક્યા છે. નાની બહેન રોશની અને નિમ્બારામ અવિવાહિત છે.

નિમ્બારામ કર્ણાટકમાં ટ્રેનિંગ માટે રવાના થયો તો બહેન તિલક લગાવીને રાખડી બાંધીને રવાના કર્યો હતો. આ દરમ્યાન નિમ્બારામની સફળતા પર બધાની આંખોમાં પાણી આવી ગયા હતા. નિમ્બારામનાં ઘરે બે નાના રૂમો અને ઝૂંપડી છે. નિમ્બારામનું બાળપણ ઝૂંપડીમાં જ વિત્યુ છે.

નિમ્બારામને 10માં ધોરણમાં 86% અને બારમાં ધોરણમાં 90% આવ્યા હતા. ત્યારબાદ આઈઆઈટી કરવા માટે સિકરનાં એક કોચિંગ ક્લાસમાં એડમિશન લીધુ હતુ. આ દરમ્યાન ડિફેન્સ સર્વિસિઝની તૈયારી પણ કરવા લાગ્યો. ઈન્ડિયન એરફોર્સ માટે ફોર્મ ભર્યુ મહેનત કરી અને 2019માં પસંદગી થઈ ગઈ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page