Only Gujarat

FEATURED National

દુધવા ટાઈગર રિઝર્વમાં 118 વર્ષ બાદ દેખાયું દુર્લભ ફૂલ, અધિકારીઓમાં જોવા મળી ખુશી

લખીમપુર ખીરી જિલ્લામાં દુધવા ટાઇગર રિઝર્વના જંગલમાંથી એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. દુધવાના જંગલમાં અંદાજે 118 વર્ષ બાદ આર્કિડના છોડ પર ફૂલ ખીલ્યું છે. સાથે જ તેમાં ફળ પણ આવી રહ્યાં છે. આ વાતથી વન વિભાગના અધિકારીઓમાં ખુશીની લહેર દોડી ગઇ છે.

દુધવા ટાઇગર રિઝર્વના ફિલ્ડ ડિરેક્ટર સંજય પાઠકે જણાવ્યું કે તે પોતાના સ્ટાફની સાથે ઘાસ પ્રબંધનની મોનિટરિંગ કરવા માટે જંગલમં નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓને આર્કિડના છોડ દેખાયા. ફૂલોને જોઇ તેઓએ પોતાની ગાડી રોકાવી તેની તસવીરો લીધી અને તપાસ કરવાનું શરૂ કર્યું. દુધવા ટાઇગર રિઝર્વના ફિલ્ડ ડિરેક્ટર સંજય પાઠકનું કહેવું છે કે આ આર્કિડનો છોડ છેલ્લા 118 વર્ષ પહેલા એટલે કે 1902માં દેખાયું હતું ત્યારબાદ 2020માં તેના દર્શન થયા છે. આ દુધવા માટે શુભ લક્ષણ છે.

દુધવા ટાઇગર રિઝર્વના ફિલ્ડ ડિરેક્ટર સંજય પાઠકે જણાવ્યું કે આ છોડ એક આર્કિડ છે જે આર્નામેંટલ સ્પેસીઝ હોય છે. તેની ઘણી પ્રજાતી છે આથી તે આર્નામેન્ટલની કેટેગરીમાં આવે છે. મુખ્યતહ આ આર્કિડ છોડ પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. જાણકારી પ્રમાણે મોટાભાગે આ સિક્કિમ, દાર્જિલિંગ, ગુવાહાટી અથવા ઉત્તરાખંડના પર્વતમાં જોવા મળે છે.

સંજય પાઠકનું કહેવું છે રરે આ આર્કિડ છોડ પીલીભીત જિલ્લામાં પણ જોવા મળતું હતું. તેના જેવો જ દેખાતા છોડની તરાઇમાં પોતાની હેબિટેટ છે. આવી જ રીતે છોડ દુધવામાં પણ જોવા મળ્યો છે. દુધવા માટે સુખદ સમાચાર એ છે કે આ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. એક જુલાઇએ અમે લોકો ઘાસના મેદાનમાં પ્રબંધનનું મોનિટરિંગ કરી રહ્યાં હતા એ દરમિયાન અમે લોકોએ આ ફૂલને જોયું. અમને થોડું આશ્ચર્ય થયું તો અમે તેની ફોટોગ્રાફી કરી અને આ અંગે તપાસ કરવાનું શરૂ કર્યું છે.

આ આર્કિડ ફૂલ અંગે વનવસ્પતિ વૈજ્ઞાનિક સાથે વાત થઇ. બાંગ્લાદેશના વનસ્પતિ શાસ્ત્રી શરીફ હુસૈન સૌરવે જર્મનીમાં આ ફૂલની તસવીરો જોઇ પોતાની પ્રતિક્રિયા આપી.

તેઓએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં આ ફૂલને 2014માં છેલ્લીવાર જોવામાં આવ્યું હતું. એ સમયે પણ તે ખેતરોમાં મળી આવ્યું હતું. તો સંજય પાઠકનું કહેવું છે કે જંગલની અંદર અમને આ ફૂલ મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ડેપ્યુટી ડિરેક્ટર મનોજ સોનકરે તપાસમાં કહ્યું કે આ છોડમાં ફૂલની સાથે છોડ પણ લાગેલા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page