Only Gujarat

FEATURED International

કાનને કારણે રાતોની રાત સૂઈ નહોતો શકતો, ડોક્ટરે કેમેરામાં જોયું એવું કે આંખો થઈ પહોળી!

બેઈજિંગઃ દુનિયાની દરેક વ્યક્તિ શાંતિની ઊંઘ ઇચ્છે છે. આખો દિવસ મહેનત કર્યાં બાદ જ્યારે રાત્રે બેડ પર જાય ત્યારે મસ્ત ગાઢ ઘસઘસાટ ઊંઘ આવી જાય. આવી સામાન્ય રીતે દરેકની ઇચ્છા હોય છે. જોકે ચીનમાં રહેતા એક શખ્સની બહુ દિવસથી ઊંઘ હરામ થઇ ગઇ હતી. આવી ગાઢ નિંદ્રા તેમના માટે સપનું બની ગઇ હતી. તે જ્યારે સૂવા જતો હતો તો તેમના કાનમાંથી વિચિત્ર અવાજો આવતા હતા.

જ્યારે પરિવારના લોકો સાથે તેમણે આ વાત શેર કરી તો પરિવારના લોકોએ આવો કોઇ અવાજ નહોતો આવતો. આ સ્થિતિમાં લોકોએ આ ઘટનાને ભૂત પ્રેત સાથે જોડી દીધી. પરંતુ થોડા દિવસ બાદ આ વ્યક્તિને કાનમાં દુખાવો શરૂ થઇ ગયો. દુખાવાને કારણે તેમણે ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું . જ્યારે ડોક્ટર્સ પાસે ગયો અને ડોક્ટર્સે કાન સામે કેમેરો માંડ્યો તો આ શખ્સ કાનની અંદરનું સીન જોઇને ચોંકી ગયો. કાનની અંદર કૉક્રોચ હતો

ઘટના ચીનના ગ્વાંગડોંગ વિસ્તારની છે. અહીં સિઆંગજ્હો પીપલ્સ હોસ્પિટલમાં ડોક્ટર્સ પાસે સાત કલાકમાં એક જ પ્રકારની સમસ્યાવાળા દર્દી આવ્યા અને આશ્ચર્યની વાત તો એ છે કે ત્રણેયની સમસ્યાનું કારણ એક જ હતું. આ ત્રણેય દર્દીને કાનમાંથી વિચિત્ર અવાજો આવતા હતા. આ સાથે કાનમાં ખંજવાળ આવતી હતી અને કાનમાં તીવ્ર દુખાવો પણ થતો હતો.

હોસ્પિટલના ઇએનટી સ્પેશિયાલિસ્ટ યી ચાંગલોંગે જણાવ્યું કે, પહેલો દર્દી 24 જૂને હોસ્પિટલમાં આવ્યો હતો અને તેમને કાનમાં ખંજવાળ આવતી હતી અને સતત કાનમાંથી વિચિત્ર અવાજો આવતા હતા. જ્યારે ડોક્ટરે કાનમાં કેમેરો નાખ્યો તો તેમને કાનમાં જીવિત કૉક્રોચ મળ્યો. આ કૉક્રોચ શખ્સના ઇઅર ડ્રમ્સ નજીક પહોંચી ગયો ગયો હતો. તેને કારણે લોહી પણ નીકળી રહ્યું હતું. ત્યારબાદ ડોક્ટરે દર્દીને બેભાન કર્યો અને ત્યારબાદ કાનમાંથી કૉક્રોચચને કાઢ્યો ત્યારબાદ દર્દીએ રાહતનો શ્વાસ લીધો.

તે જ દિવસે આ જ પ્રકારની સમસ્યા લઇને બીજા બે દર્દી હોસ્પિટલ પહોંચ્યાં. આ બંને દર્દીના કાનમાં પણ કૉક્રોચ ઘૂસી ગયો હતો. બંને કાનમાંથી કૉક્રોચ કાઢ્યા બાદ બંને દર્દીને રાહત મળી. ડોક્ટરે જણાવ્યું કે, કાનની અંદર ગરમ અને નરમ સ્થિતિ હોવાથી કીડા બહુ આરામથી ત્યાં રહી શકે છે. ત્યારે ખાસ આ મૌસમમાં રાત્રે સૂતા નીચે સૂતા પહેલા થોડું ધ્યાન રાખવું જરૂરી છે.

You cannot copy content of this page