Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડનો આ જાણીતો એક્ટર કોન્ડોમ ચાટતો મળ્યો હતો જોવા, જાણો કોણે કર્યો આ ધડાકો?

ભારતીય સિનેમાનો ઇતિહાસ 100 વર્ષથી વધુ જૂનો છે. તેમાં એવી ઘણી ફિલ્મો છે જે ઇતિહાસનાં પાનામાં નોંધાયેલી છે. આ ફિલ્મો વિશેષ હોવાનું કારણ તેમનું દિગ્દર્શન હતું, કેટલીક વાર વાર્તા તો ક્યારેક ફિલ્મના સ્ટાર્સ. અમે ઘણી વાર્તાઓ સાંભળી છે જેમાં સ્ટાર્ટ તેમના પાત્રને જીવંત બનાવવા માટે કોઈપણ હદ સુધી જતા રહે છે. રાજકુમાર રાવ આવા જ એક સર્વશ્રેષ્ઠ અભિનેતા છે. રાજકુમાર રાવ દરેક પાત્ર માટે સખત મહેનત કરે છે અને ટ્રેપ્ડ ફિલ્મ તેમની એક શાનદાર ફિલ્મોમાંની એક છે.

રાજકુમારે 2016માં આવેલી ફિલ્મ ટ્રેપ્ડ માટે સખત મહેનત કરી હતી. રાજકુમારે આ ફિલ્મ માટે બહુ ઓછું વજન કર્યુ હતું. રાજકુમારની પ્રારંભિક તસવીરો જોઈને તેના ચાહકો પરેશાન થઈ ગયા હતા. જો કે, જ્યારે બાદમાં ખબર પડી કે રાજકુમારે આ ફિલ્મ માટે કર્યું છે, ત્યારે તેણે ખૂબ વાહવાહી લુંટી હતી. રાજકુમારે તેના ટ્રાન્સફોર્મેશનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દરમિયાન હવે ફિલ્મના નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાણીએ એક ફોટો શેર કરીને ફરીથી બધાને ચોંકાવી દીધા છે.

વાસ્તવમાં વિક્રમાદિત્ય મોટવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર ટ્રેપ્ડ ફિલ્મનો તે હિસ્સો છતો કર્યો છે જે સેન્સર બોર્ડને કારણે દર્શકો ફિલ્મમાં જોઈ શકતા નહોતા. આ તસવીરમાં રાજકુમાર રાવ કોન્ડોમ ચાટતો નજરે પડે છે. રાજકુમાર રાવની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે અને ચાહકો અભિનેતાના પાત્રમાં ઢળી જવાનાં જુસ્સાને સલામ કરી રહ્યા છે.

ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણીએ જણાવ્યું છે કે રાજકુમારે ‘ટ્રેપ્ડ’ ના ડિલીટ સીનમાં કોન્ડોમ સક (ચાટવું) કર્યું હતું. મોટવાણીના કહેવા પ્રમાણે, ‘સેન્સર બોર્ડે દ્રશ્ય કાઢી નાખવાનું કહ્યું હતું, તેથી મેં પૂછ્યું કેમ? તો તેમણે કહ્યું કે તે કોન્ડોમ કેમ ખાય છે. ‘ મોટવાણીએ કહ્યું, ‘મેં કહ્યું હતું કે તેમનું પાત્રએ ઘણા દિવસોથી ખાધુ નથી… અને તે (કોન્ડોમ) સ્ટ્રોબેરી ફ્લેવર્ડ છે.’

ટ્રેપ્ડ ફિલ્મની વાત કરીએ તો, રાજકુમ્મર રાવે આ ફિલ્મમાં શૌર્યની ભૂમિકા ભજવી હતી જે આકસ્મિક રીતે એક ફ્લેટમાં બંધ થઈ જાય છે, જે બિલ્ડિંગમાં અને તેની આસપાસ કોઈ રહેતું નથી. આ પછી શૌર્યનું શું થાય છે, તે આ ફિલ્મની વાર્તા છે. રાજકુમારે ફિલ્મમાં દરેકનું દિલ જીતી લીધું હતું.

રાજકુમાર રાવે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. ઉલ્લેખનીય છેકે, ટ્રેપ્ડ સિવાય રાજકુમાર રાવ શાહિદ, ઓમાર્ટા, સ્ત્રી, બરેલી કી બર્ફી, ન્યૂટન, અલીગઢ અને સિટીલાઈટ્સ સહિત ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો હુનર દેખાડી ચૂકયો છે.

You cannot copy content of this page