Only Gujarat

Business FEATURED

કોરોનાકાળમાં નોકરી જતી રહી છે? આ કંપની માત્ર બિસ્કિટ ખાવા બદલ આપશે લાખોની નોકરી, આજે જ કરો અરજી

જો તમને એવું કહેવામાં આવે કે, તમારે જોબમાં ફક્ત બિસ્કિટ ખાવાના છે. અને તેને ટેસ્ને રેકોર્ડ કરવાનાં બદલામાં તમને 40 લાખ મળશે તો? સ્વાભાવિક વાત છે પહેલીવારમાં તમને ખોટું સમજશો પરંતુ આ નોકરી કોઈ ખોટું નથી હકીકત છે. આજનાં સમયમાં નોકરીઓની અછતથી તમે પણ વાકેફ હશો પરંતુ બિસ્કીટ કંપનીની જોબ તમારી આશાઓ કરતાં અધિક છે. મોજ મસ્તી અને આરામથી બિસ્કીટ ખાઈને તમે પણ કમાઈ શકો છો ચાલીસ લાખ રૂપિયા. કેવી રીતે તે જાણવા માટે વાંચો અહીં.

બિસ્કિટ ખાઈને પૈસા કમાવાની આ ઓફર સ્કોટલેન્ડની એક કંપનીએ આપી છે. બોર્ડર બિસ્કીટ કંપની પોતાના માસ્ટર બિસ્કીટની શોધમાં છે. જેને બિસ્કીટનો બેસ્ટ ટેસ્ટ ઓળખવાનો આવડતો હોય.

કંપનીએ આ પોસ્ટ માટે વેકેન્સી કાઢી છે. આ માટે સિલેક્ટેડ વ્યક્તિને ચાળીસ લાખ વાર્ષિક પેકેજ મળશે, સાથે જ તેનું રહેવાનું અને ખાવાનું ફ્રી.

આ બિસ્કીટરને ફક્ત ચાલીસ લાખ જ નહી મળે સાથે વર્ષમાં 35 રજાઓ ફ્રીમાં આપાવામાં આવશે. આ રજાઓ શનિ-રવિ ઉપરાંત મળશે.

આ બધી તો થઈ જોબ સાથે જોડાયેલી સુવિધાઓ, હવે જાણી લોકે, તમારે કામ શું કરવાનું રહેશે? આ જોબ માટે તમારે ટેસ્ટનાં ધણી હોવું જરૂરી છે. એટલે કે, તમારી જીભને સ્વાદની પરખ હોવી જોઈએ.

બિસ્કીટમાં શું-શું ઉમેરેલું છે,તે ટેસ્ટ પરથી જ પકડી લેનારા વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ તેણે એ પણ જણાવવાનું રહેશેકે, બિસ્કિટમાં વધુ શું ઉમેરીને તેનો ટેસ્ટ વધારી શકાય છે.

જો અરજી કરનારો વ્યક્તિ બિસ્કીટનનું વેચાણ વધારવા માટે પણ આઈડિયા આપશે તો તેના આધારે તેની નોકરી પાક્કી. આઈડિયા જેટલાં રસપ્રદ હશે તે વ્યક્તિને નોકરીમાં એટલું જ મહત્વ મળશે.

હવે વારો આવે છે, જોબ માટે અરજી કરવાનો, તો જે તોઈ પણ જોબ માટે પોતાને પરફેક્ટ માનતા હોય, તેઓ આ કંપનીની વેબસાઈટ પરથી જોબ માટે અરજી કરી શકે છે.

સાથે જ જો તમે ઈચ્છો તો આ કંપનીના લિંક્ડઈન પ્રોફાઈલ પરથી પણ જોબ માટે અપ્લાઈ કરી શકો છો. કંપની દર થોડા દિવસોમાં વેકેન્સી બહાર પાડે છે. તમે તેને ફોલો કરીને જોબ માટે અપડેટ લઈ શકો છો.

You cannot copy content of this page