Only Gujarat

FEATURED Sports

હાર્દિક પંડ્યા હતો પ્રેમમાં મસ્ત ને પત્નીના એક્સ બોયફ્રેન્ડે કરી દીધી એવી વાત કે…..

મુંબઈઃ ટીમ ઇન્ડિયા અને મુંબઈ ઇન્ડિયન્સનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે IPL 2020 માટે દુબઈ છે. આ દરમિયાન હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિક તેમના ઘરે દીકરા સાથે છે. નતાશા તેમના દીકરાનું જેટલું ધ્યાન અગસ્ત્યનું રાખે છે, એટલી જ તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. તે તેના ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. એવામાં નતાશાએ પતિ હાર્દિક સાથે એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે પતિની બાહોમાં ખુશ જોવા મળી રહી છે. તેમના આ ફોટો પર એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ કોમેન્ટ કરી વાત કહી છે.

નતાશાએ ફોટો શેર કરી દિલવાળું ઇમોજી સાથે હાર્દિકને ટેક કર્યો હતો.

ફોટો જોઈ નતાશાનો એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ કોઈ કોમેન્ટ લખી નહીં પણ દિલવાળું ઇમોજી શેર કર્યું.

નતાશા અને અલી ગોનીએ એકબીજાને ઘણાં સમય સુધી ડેટ કર્યાં હતાં. બંનેએ રિઆલિટી શૉ નચબલિયેની 9મી સિઝનમાં ભાગ લીધો હતો.

1 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં પછી નતાશા અને એક્ટર અલી ગોનીનું બ્રેકઅપ થઈ ગયું હતું. વર્ષ 2015માં બંનેના બ્રેકઅપની માહિતી ખુદ અલી ગોનીએ મીડિયાને આપી હતી.

અલી ગોનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હા અમે લોકો અલગ થઈ ગયાં છીએ. મને લાગે છે કે હું એક ઇન્ડિયન છોકરી સાથે રહેવાનું પસંદ કરીશ. કલ્ચરસ બેકગ્રાઉન્ડ અલગ હોવાને લીધે અમારા વચ્ચે ઘણાં ઇશ્યૂ હતાં. હું તેમના માટે હંમેશા સારી પ્રાર્થના કરું છું.’

જ્યારે નતાશા અને હાર્દિકની સગાઈની વાત સામે આવી, તે સમયે અલી ગોનીએ કહ્યું હતું કે, ‘હું આ અંગે ખૂબ જ ખુશ છું. તે બંને મને એક સાથે ખૂબ જ પસંદ છે. હું તેમને સાથે જોયા છે અને બંને એકબીજાને પ્રેમ કરે છે. હું ખૂબ જ ખુશ છું કે બંને લગ્ન કરવાના છે.’

દીકરાના જન્મ પછી નતાશાએ ઘણો વજન ઓછો કર્યો છે. અત્યારે તે દીકરા સાથે પોતાની ફિટનેશ અને સ્કિનનું પણ ખૂબ જ ધ્યાન રાખી રહી છે.

લૉકડાઉનને લીધે આ કપલે ઘણાં રોમેન્ટિક ફોટો શેર કર્યાં હતાં. 31 મેએ બંનેએ લગ્ન કર્યાં હતાં અને 30 જુલાઈએ બંને માતા-પિતા બન્યાં હતાં.

You cannot copy content of this page