Only Gujarat

Bollywood FEATURED

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ પર તૂટ્યો દુઃખોનો પહાડ, આ રીતે જાહેરમાં વ્યક્ત કરી પીડા

મુંબઈઃ સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ડૉક્ટર સારાનો રોલ કરનારી એક્ટ્રેસ નવીના બોલેના પરિવારમાં હાલ શોકનો માહોલ છે. નવીનાના પિતા વીરેન્દ્ર બોલેનું નિધન થયું. નવીનાએ આ વાત પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ સાથે પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. નવીનાએ સીઆઈડી, મિલે જબ હમ તુમ, સપના બાબુલ કી વિદાઈ, અદાલત અને લવ યુ જીંદગી જેવી સિરિયલ્સમાં કામ કર્યું છે.

નવીનાએ પોતાના પિતા સાથેની એક તસવીર શેર કરતા ઈમોશનલ પોસ્ટમાં લખ્યું કે, તે પોતાના પિતા સાથે વધુ સમય પસાર કરી શકી નથી. આ સાથે તેણે દીકરી કીમાર્યા તરફથી શોક સંદેશ લખ્યો કે તે પોતાના નાનાને ક્યારેય ભૂલી શકશે નહીં.

પિતાને યાદ કરતા નવીનાએ લખ્યું કે,‘આ સમયે મારા અંદરની લાગણીઓ સાથે ન્યાય કરવા માટે કોઈ શબ્દ નથી. માત્ર આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે તમે જ્યાં પણ હોવ ત્યાં તમારી ખુશાલી અને શાંતિમાં વધારો થાય. ત્યાં કોઈ ડર કે પીડા તમારી નિકટ પણ ના આવે. હું જાણું છું કે તમે હંમેશા ઉપરથી અમને જોઈ હાસ્ય રેલાવશો. મને અફસોસ છે કે હું તમારી સાથે વધુ સમય પસાર ના કરી શકી અને પ્રેમ વ્યક્ત કરી શકી નહીં. પરંતુ તમે જ્યાં પણ હશો હું તમને ઘણું યાદ કરીશ.’

નવીનાએ લખ્યું કે,‘કિમ્મી પોતાના નાનાને ક્યારેય ભૂલી શકશે નહીં. હું તમને ઘણો પ્રેમ કરું છું પપ્પા. અનંતકાળ સુધી અને તે પછી પણ. લવ યુ સો મચ પાપા.’ સોશિયલ મીડિયા પર નવીનાએ લખેલી આ ઈમોશનલ પોસ્ટ ઘણી વાઈરલ થઈ રહી છે. નવીના બોલેએ એક્ટર-પ્રોડ્યુસર કરનજીત સાથે લગ્ન કર્યા છે. બંનેએ માર્ચ 2017માં લગ્ન કર્યા હતા. તેમની એક દીકરી કીમાર્યા છે.

નવીના ‘ઈશ્કબાઝ’, ‘યહાં મે ઘર-ઘર ખેલી’, ‘લવ યુ જીંદગી’, ‘રામ મિલાએ જોડી’, ‘ક્યા હુઆ તેરા વાદા’, ‘પિયા કા ઘર પ્યારા લગે’, ‘કુમકુમ ભાગ્ય’, ‘સજન રે જૂઠ મત બોલો’, ‘જીની ઓર જૂજૂ’, ‘બાલવીર’, ‘યે હૈ મોહબ્બતે’, ‘સુમિત સંભાલ લેગા’ અને ‘સાવધાન ઈન્ડિયા’ જેવી ઘણી સિરિયલ્સમાં કામ કર્યું છે.

‘તારક મેહતા…’માં કરી રહી છે આ રોલ: નવીના બોલે હાલમાં જ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના એપિસોડ્સમાં જોવા મળી રહી છે. તે સારા નામની સાઈકેટ્રિસ્ટની ભૂમિકામાં જોવા મળી રહી છે. સારા શોમાં ડૉક્ટર હાથી અને બબીતાની મિત્ર તરીકે આવી હતી. જે જેઠાલાલની ઊંઘની સમસ્યાને દૂર કરતા પણ જોવા મળી.

You cannot copy content of this page