Only Gujarat

FEATURED National

પતિના મોત બાદ પત્ની સગા દિયરના પડી પ્રેમમાં પણ પરિવાર આવતો હતો વચ્ચે

સીતામઢીઃ બિહારના સીતામઢીમાં એક દિયરે પોતાની ભાભી સાથે જ લગ્ન કર્યા. વાસ્તવમાં આ ઘટના સીતામઢી મહિલા પોલીસ સ્ટેશનની છે. જ્યાં સમાજની કટ્ટર માનસિકતા વિરુદ્ધ પોલીસ સ્ટેશન પહોંચનારી મહિલાના લગ્ન તેના દિયર સાથે કરાવવામાં આવ્યા હતા.

લગ્નના વર્ષો બાદ રંજીતા ખુશ હતી સાથે વહુના ફરી લગ્ન થવા પર સાસરીપક્ષના લોકો પણ ખુશ હતા. દિયરનું નામ સંતોષ સાહની છે, જે પોતાના ભાઈની મોત બાદ ભાભીના પ્રેમમાં પડ્યો અને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સંતોષ સાહનીની ભાભી રંજીતાને એક દીકરો પણ છે, જે તેના પ્રથમ પતિથી છે.


રંજીતા અને દિનેશ સાહનીના લગ્ન 5 વર્ષ અગાઉ થયા હતા, જેના 3 વર્ષ બાદ જ દિનેશનું મોત કરંટ લાગવાથી થયું હતું. ત્યારથી રંજીતા એકલા રહેતી હતી. ધીમે-ધીમે તેને પોતાના દિયર સાથે પ્રેમ થઈ ગયો. બંને વચ્ચેનો પ્રેમ આગળ વધવાની જાણ રંજીતાના સાસરી સહિત સંપૂર્ણ ગામને થઈ હતી. આ કારણે વધી રહેલા સામાજીક દબાણના કારણે એકસમયે રંજીતાના દિયરે લગ્નનો ઈન્કાર પણ કર્યો હતો.

દિયર પ્રેમ કરતો હોવા છતાં માત્ર સામાજીક દબાણને વશ થઈને ઈન્કાર કરતો હોવાના કારણે રંજીતા મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં બંને પરિવારની સહમતિ બાદ દિયર-ભાભીના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન બાદ દિયર અને ભાભીએ પતિ-પત્ની બન્યા બાદ પોલીસકર્મીઓના પગે લાગી આશીર્વાદ લીધા હતા.

You cannot copy content of this page