Only Gujarat

FEATURED National

હિસ્ટ્રીશીટર વિકાસ દુબે તો આ ગેંગસ્ટર આગળ લાગે ચણા મમરા, ક્રૂર એટલો કે પોલીસ થરથર કાંપતી હતી

નાગૌર, રાજસ્થાન: ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેનું એન્કાઉન્ટર મીડિયામાં ચર્ચાંમાં છે. તેના ઘરમાં તપાસ માટે પહોંચેલી પોલીસને ઘેરીને તેમના પર ફાયરિંગ કરનાર આ ગેંગસ્ટરને પકડવામાં કેટલાય રાજ્યોની પોલીસ દોડી રહી હતી. વિકાસ દુબે 8 પોલીસકર્મીને ગોળી મારીને તેમની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. તેને ઉજ્જૈનના મહાકાળ મંદિરમાંથી પકડવામાં આવ્યો હતો. જોકે કાનપુર લઇ જતી વખતે તેમનું એન્કાઉન્ટર કરી દેવાયું. પોલીસની દલીલ છે કે, તે ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. વિકાસના એન્કાઉન્ટરે અગાઉ થયેલા ચર્ચિત વિવાદાસ્પદ એન્કાઉન્ટરની યાદ તાજા કરી દીધી છે. આ જ રીતે રાજસ્થાનના ગેંગસ્ટર આનંદપાલનું પણ એન્કાઉન્ટર કરાયું હતું.

આનંદપાલનુ એન્કાઉન્ટર 24 જૂન 2017માં કરાયું હતું. આનંદપાલ તો વિકાસ દુબે કરતા પણ વધુ ખતરનાક હતો. એન્કાઉન્ટર સમયે પણ તેણે સરન્ડર ન કરતા રાઇફલથી પોલીસ પર ગોળીઓનો વરસાદ કરી દીધો હતો. આનંદપાલ પર પણ પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. જોકે આ બંને ગેંગસ્ટરને રાજનેતાની સુરક્ષા મળી હોવાની ચર્ચા છે. આનંદપાલના મોત બાદ તેના સમાજના લોકોએ આંદોલન કર્યું હતું. આનંદપાલ નાગર બંકરનુમા કિલામાં તેની પ્રેમિકા સાથે રહેતો હતો. પોલીસથી બચવાની વ્યવસ્થા આનંદે પણ વિકાસની જેમ કરી રાખી હતી. જો કે આનંદપાલ વિશે એક એવી વાત પણ સામે આવે હતી કે તે તેના સમુદાયની ખૂબ મદદ કરતો હતો. જાણીએ શું છે આખી કહાણી.

વિકાસથી પણ વધુ ખતરનાક હતો આનંદપાલ. 24 જૂન 2017એ થયું હતું તેનું એન્કાઉન્ટર.આનંદપાલના એન્કાઉન્ટર બાદ સરાકરે તેમની 150 કરોડની સંપત્તિની હરાજી કરી હતી. કહેવાય છે કે, કાનપુરના વિકાસ દુબેથી આનંદપાલ પણ વધુ ખૂંખાર હતો પરંતુ તે તેના સમુદાયની મદદ કરતો હોવાથી તેના માટે હિરો હતો. આનંદપાલ નાગૌર સકે લાડનૂમાં આવેલ બંકરનૂમા ફાર્મ હાઉસમાં તેની ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો. આ ફાર્મ હાઉસ 9 વિઘા જમીનમાં બન્યું હતું.

24 જાન્યુઆરી 2017માં ચિરૂ જિલ્લાા રતનગઢમાં આનંદપાલનું એન્કાઉન્ટર થયું હતું. પોલીસથી બચવા માટે તેણે ફાર્મમાં બંકર બનાવ્યા હતા. ભૂગર્ભમાં છુપાઇ શકાય તેવી વ્યવસ્થા પણ તેના ફાર્મ હાઉસમાં હતી. પોલીસે જણાવ્યા મુજબ બંકરમાં એક પિજરૂ મળ્યું હતું. કહેવાય છે કે, આનંદપાલ દુશ્મનોને આ પિંજરામાં કેદ રાખતો હતો.

આનંદપાલ લોકોની જમીન પચાવી પાડતો હતો. જો કોઇ તેનો વિરોધ કરે તો તે ફિલ્મી અંદાજમાં તેને યાતના આપતો. આનંદપાલના એન્કાઉન્ટર બાદ તેમના સમુદાયના લોકોએ નાગૌરના સાંવરાદમાં લોકોએ હિંસાત્મક આંદોલન કર્યું હતું. આનંદપાલે કરોડોની પ્રોપર્ટી બનાવી હતી. 24 જૂન 2017માં રાજસ્થાનના સાલસરમાં આનંદપાલ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. આ પહેલા તેમણે તેમના મિત્રો સાથે મળીને પોલીસ પર એકે-47થી 100 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આનંદપાલને 6 ગોળી લાગી હતી.

આનંદપાલ 1099 અને 2000માં પંચાયત ચૂંટણી લડ્યો હતો. જો કે કેટલાક લોકોનું માનવું છે, કે આનંદપાલ ઉર્ફે પપ્પુ એક સીધો સાદા માણસ હતો પરંતુ લોકોથી મળેલી યાતનાએ જ તેને ખૂંખાર ગેંગસ્ટર બનાવી દીધો. આનંદપાલને એક ખાસ વર્ગ સપોર્ટ કરતો હતો. આનંદ ખુદને તેના સમુદાયનો મસીહા માનતો હતો. આનંદપાલે શારિરીક રીતે પણ ખૂબ જ શક્તિશાળી હતો આ કારણથી પણ લોકો તેનાથી ખૂબ ડરતા હતા.

You cannot copy content of this page