મિત્રની પત્ની પર બગડી નજર, મા સમાન ભાભી પર કરતો વારંવાર દુષ્કર્મ

ધનબાદઃ લવ મેરેજ અથવા તેની સાથે જોડાયેલી મુશ્કેલીઓમાં પ્રેમી કપલ જો કોઈની પર ભરોસો કરે છે તો તેઓ એવા નિસ્વાર્થ મિત્ર કે પરિવારજનો હોય છે જે તમામ મુશ્કેલીઓમાં તેમનો સાથ આપતા હોય છે. જો કોઈ મિત્રની અંદર હવસ અને લાલચની ભાવના જાગે તો કરુણ અંજામ પણ આવી શકે છે. કોલસા માટે ભારતનું હબ ગણાતા ધનબાદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક મિત્રએ જ મિત્રતાના સંબંધને શર્મસાર કર્યો હતો અને પોતાના મિત્રની પ્રેમિકા સાથે બળાત્કાર કરવાની સાથે તેની પાસે રાખેલા લાખોના ઘરેણાં પણ લૂંટી લીધા હતા.

બીસીસીએલ કંપનીના એક નિવૃત્ત અધિકારીની દીકરીએ પોતાના પ્રેમીના એક મિત્ર વિરુદ્ધ પોલીસ સમક્ષ અપહરણ, દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી હતી. પીડિતે ધનબાદમમાં પોતાના પ્રેમીના મિત્ર અને કથિત કોયલા વેપારી બાદલ ગૌતમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ખોટી વાત કરી તેને અને તેના પ્રેમીનું અપહરણ કરી રાંચી, દિલ્હી અને કાનપુર લઈ ગયો પરંતુ સાથે ત્યાંની હોટલો તથા ફ્લેટમાં યુવતી એકલી હોય ત્યારે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમિયાન આરોપીએ તેમની પાસે રહેલા લાખોના ઘરેણાં અને રોકડા પણ લઈ લીધા હતા જે પછી પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીનો મેડિકલ ટેસ્ટ કર્યા બાદ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધનબાદ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, કોલકાતામાં પોતાના પતિ અને બાળકો સાથે રહેતી પીડિતા પોતાના પતિ સાથે ખુશહાલ જીવન જીવી રહી નહોતી. જેના કારણે તે 11 જુલાઈ 2020ના પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી જાય છે. આ સમયે તેમની મદદ પ્રેમીનો મિત્ર બાદલ ગૌતમ કરે છે.

યુવતીએ ભાગતા સમયે લાખો રૂપિયા અને કિંમતી ઘરેણા સાથે લીધા હતા. રૂપિયા અને ઘરેણાં બાદલ તેઓને ફોસલાવીને પોતાની પાસે રાખી લે છે. જે પછી બાદલ મદદના બહાને મિત્ર અને તેની પ્રેમિકાને પહેલા રાંચી, પછી દિલ્હી અને પછી કાનપુરની હોટલ્સ તથા ફ્લેટમાં રાખે છે. આ દરમિયાન બાદલની ગંદી નજર પોતાના મિત્રની પ્રેમિકા પર હોય છે, જેને એકલી ભાળી બાદલ ડરાવીને દુષ્કર્મ આચરતો રહે છે.

તેની આ બળજબરીનો સામનો પીડિતાએ ઘણીવાર સામનો કર્યો હતો. આ દરમિયાન બાદલ પોતાનો રૌફ અને પાવર દેખાડવા આઈપીએસ અધિકારીઓ સાથેની તસવીર દેખાડતો હતો. આ તસવીરોના દમ પર જ તે એક બાજુએ પ્રેમી-પ્રેમિકાના પૈસા-ઘરેણાં કબજે કરી લે છે તથા એકલતાનો લાભ લઈ યુવતી સાથે દુષ્કર્મ કરતો રહે છે.

આ દરમિયાન પોલીસ કોઈ કાર્યવાહી તેની વિરુદ્ધ ના કરી શકે તે માટે યુવતીને તેના પ્રેમીની તથા પોતાના મિત્રની હત્યાની ધમકી આપી તેની પાસે ધનબાદ પોલીસ સમક્ષ પોતાની તરફેણમાં નિવેદન નોંધાવડાવે છે.

આટલે સંતોષ ના થતા તે મિત્ર અને તેની પ્રેમિકાને પોતાના સકંજામાંથી કાયમ માટે મુક્ત કરવા માટે 25 લાખ માગે છે. લૉકડાઉનનું બહાનું આગળ ધરી પીડિત યુવતી 8 લાખ આપી બાદલના સકંજામાંથી પોતાને અને પ્રેમીને બચાવવામાં સફળ રહે છે.

બીસીસીએલના એક પૂર્વ ટોચના અધિકારીની દીકરી સાથે બનેલી ઘટના કોયલાંચલમાં ચર્ચાનો વિષય બની છે. પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લેતા દરેક નાની બાબતની તપાસ કરી રહી છે. જેના કારણે ફરિયાદ નોંધાયાના બીજા જ દિવસે મેડિકલ ટેસ્ટ અને પીડિતાનું નિવેદન લેવામા આવ્યું.

હાલ આરોપી બાદલ ગૌતમની ધરપકડ થઈ નથી પરંતુ ટૂંકસમયમાં તે પોલીસની પકડમાં આવી શકે છે. આ ઉપરાંત આરોપી બાદલ પર જાણીતા લોકો સાથે પોતાની નિકટતા દેખાડી યુવતીઓને પોતાની જાળમાં ફસાવવા અને તેમની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ પણ લાગ્યો છે. જે પછી તે યુવતીના પરિવારજનો અને પીડિત યુવતીઓને બ્લેકમેલ પણ કરતો રહેતો હતો.