Only Gujarat

National TOP STORIES

કોરોનાવાઈરસને કારણે માત્ર બે મહિનામાં મુકેશ અંબાણીની ઘટી આટલી સંપત્તિ, થયું અબજોનું નુકસાન

મુંબઈઃ કોરોના વાયરસની અસર હવે દરેક ક્ષેત્ર પર થઇ રહી છે. તેનાથી દુનિયાભરના ઉદ્યોગપતિઓ હાલ મસમોટું નુકશાન વેઠી રહ્યાં છે. હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કોરોના વાયરસના લીધે વેપાર પર થયેલી માઠી અસરના કારણે ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં બે મહિના દરમિયાન 28 ટકાનો ઘટાડો આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના સૌથી મોટા અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થને રોજનું 300 મિલિયન ડોલરનું નુકશાન થયું છે. અંબાણીની નેટવર્થ બે મહિનામાં ઘટીને 31 માર્ચ સુધી 3.36 લાખ કરોડ રૂપિયા રહી ગઇ.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણીની સંપત્તિમાં ફેબ્રુઆરી-માર્ચની અવધિમાં 19 બિલિયન અમેરિકન ડોલરમાં ઘટાડો થયો. તેનાથી દુનિયાના અમીર લોકોના લિસ્ટમાં તેમનું સ્થાન 8માંથી સીધું 17 થઇ ગયું છે.

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કારણે આર્થિક નુકશાન ઉઠાવનાર મુકેશ અંબાણી બીજા નંબર પર છે. પહેલા નંબર પર ફ્રેંચ ફેશન કંપની એલવીએમએચના ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ અરનોલ્ડ છે.

બીજા ભારતીય બિઝનેસમેનોમાં જેમને સૌથી વધુ નુકશાન થયું છે, તેમાં ગૌતમ અદાણી સામેલ છે. તેમની સંપત્તિ 37 ટકા ઘટી 6 બિલિયન અમેરિકન ડોલર રહી ગઇ છે. તો એચસીએલ ટેક્નોલોજીઝના શિવ નાડરની સંપત્તિ 26 ટકા ઘટવાની સાથે 5 બિલિયન ડોલર છે. બેંકર ઉદય કોટકની સંપત્તિમાં 28 ટકાનો ઘટાડો આવ્યો છે અને તે 4 મિલિયન અમેરિકન ડોલર છે. હવે દુનિયાના સૌથી ધનવાન લોકોના લિસ્ટમાં એકમાત્ર ભારતીય તરીકે અંબાણીને બાદ કરતાં તમામ ટોપ 100ના લિસ્ટમાંથી બહાર થઇ ગયા છે.

છેલ્લા બે મહિનામાં ભારતીય બજારમાં 25 ટકાનો ઘટાડો થયો છે. કારણ કે દુનિયાભરની બજારમાં COVID-19 મહામારીની અસર ખુબ જ ખરાબ પડી છે. ભારતના શેર બજારમાં 26 ટકાનો ઘટાડો આવ્યો છે અને અમેરિકન ડોલરની તુલનામાં રૂપિયાના મુલ્યમાં 5.2 ટકાનો ઘટાડો આવ્યો છે. હુરુન રિપોર્ટ ઇન્ડિયાના નિર્દેશક અનસ રાહુલે કહ્યું કે મુકેશ અંબાણીને સૌથી વધુ નુકશાન થયું છે.

ફ્રેંચ ફેશનની દિગ્ગજ કંપની LVMHના મુખ્ય કાર્યકારી બર્નાર્ડ અરનોલ્ડને સૌથી વધુ નુકશાન થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બર્કશાયર હેથવેના વોરેન બફેટને પણ પાછળ છોડી બે મહિનામાં 19 મિલિયન અમેરિકન ડોલરની સંપત્તિ ગુમાવી છે.

આ લિસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીના કારણે સૌથી વધુ નુકશાન ઉઠાવનારા 10 લોકોમાં કાર્લોસ સ્લિમ એન્ડ ફેમિલી, બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, લેરી પેજ, સર્ગેઇ બ્રિન અને માઇકલ બ્લૂમબર્ગ સામેલ છે. અમેઝોનના જેફ બેજોસ 131 બિલિયન અમેરિકન ડોલરના નેટવર્થની સાથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હાલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page