Only Gujarat

National

એક સમયે જેનો ડંકો વાગતો એ ડોન દેવા ગુર્જરનો પરિવાર બન્યો લાચાર, રઝળી પડ્યા બાળકો

ગેંગસ્ટર ડોન દેવા ગુર્જરની હત્યાને 15 દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ ગુનામાં અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીના નામ ખૂલ્યા છે. બીજી તરફ ડોન દેવા ગુર્જરના પરિવારની હાલત કફોડી બની છે. એક સાથે બે-બે પત્નીનીઓ સાથે રહેતા દેવા ગુર્જરની જિંદગીની એવી વાતો સામે આવી છે જે વાંચીને તમે ચોંકી જશો. બંદૂક અને સ્કોર્પિયો સાથે એન્ટ્રી પાડતાં દેવા ગુર્જરની હકીકત જાણીને વિશ્વાસ નહીં આવે.

એક સમયે જે દેવા ગુર્જર સોશ્યલ મીડિયા પર નોટોના બંડલો સાથે પૈસાનો પાવર દેખાડતો હતો તેના પરિવારની હાલત સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે. આજે ડોન દેવા ગુર્જરના પરિવાર પાસે બાળકોની સ્કૂલની ફીસ ભરવાના પણ પૈસા નથી. ડોન દેવા ગુર્જર સોશ્યલ મીડિયા પર ભલે ચમક-દમક ભરી જિંદગી દેખાડતો હોય, પણ તેના ઘરના રૂમમાં પાકી લાદી પણ નથી. ઈન્ટરનેટની નકલી દુનિયામાં ભલે દેવા ગુર્જરના આજે 2.50 લાખ ફોલોવર્સ હોય, પણ હકીકતમાં તેનો 21 સભ્યોનો પરિવાર આજે લાચારી જેવું જીવન જીવી રહ્યો છે.

ઘાસચારાની ગાડી ચલાવતા ભાઈ પર આવી પડી જવાબદારી
રાજસ્થાનના કોટા જિલ્લાના બોરાબાર ગામમાં મીડિયાની ટીમે જ્યારે તેના ઘરની મુલાકાત લીધી ત્યારે બધી હકીકત સામે આવી હતી. દેવા ગુર્જરના 54 વર્ષીય ભાઈ અમરલાલ ગુર્જર પર ઘરની જવાબદારી આવી પડી છે. અમરલાલ ગાય-ભેંસની દેખભાળ કરવાની સાથે ઘાસચારો લાવવાની લોડિંગ ગાડી ચલાવે છે. દેવા ગુર્જર પાંચમાં ધોરણ સુધી ભણેલો હતો, પણ તેનો ભાઈ બિલકુલ ગણેલો નથી. જેના પર હવે આખા ઘરની જવાબદારી આવી પડી છે.

21 લોકોના પરિવારને ખાવાના ફાંફા
દેવા ગુર્જર પોતાની પાછળ બે પત્ની અને 10 બાળકોને સંઘર્ષ કરતાં છોડીને ચાલ્યો ગયો છે. પહેલી પત્નીને ઈન્દ્રાબાઈથી 4 દીકરી અને 2 દીકરા છે. જ્યારે બીજી પત્ની કાલીબાઈથી પણ 4 દીકરીઓ છે અને હાલ તે ગર્ભવતી છે. મોટાભાઈ અમરલાલને 6 દીકરીઓ અને 1 દીકરો છે.

સ્કૂલની ફી કેવી રીતે ભરવી?
મોટાભાઈ અમરલાલ કહે છે કે દેવા ગુર્જરના 6 સંતાન પ્રાઈવેટ સ્કૂલમાં ભણે છે, દર મહિને 12 હજાર રૂપિયા ફી થાય છે. હવે રૂપિયા ક્યાંથી આવશે, કેવી રીતે ભણાવીશ? ઘરમાં કુલ 14 દીકરીઓ છે. એક દીકરીને પણ સાસરિયે મોકલવી પોતાનું ગળું કાપવા બહાર સાબિત થશે.

દેવાના હિસાબ-કિતાબની કોઈ ખબર નથી
અમરલાલએ કહ્યું કે દેવા ગુર્જરે જેસીબી, સ્કોર્પિયો, બોલેરો સહિત 8-10 ગાડીઓ રાવતભાટાની ફેક્ટ્રીઓમાં લગાવી હતી, પણ તે ફાયનાન્સ પર છે કે નહીં ખબર નથી. દેવા ગુર્જર ફેક્ટ્રીઓમાં મજૂરો ઉપલબ્ધ કરાવવાનો હવાલો પણ લેતો હતો. આ ઉપરાંત ડીજે બુકિંગનો પણ વેપાર કરતો હતો. તેનો વેપાર તેને જ ખબર. હું ભણેલો નથી. હવે કોની પાસેથી પૈસા લેવાના છે, કોને દેવાના છે, કોઈ હિસાબ-કિતાબ નથી.

વહુઓ સાથેનો વીડિયો અપલોડ કરવાની ના પાડતો હતો
દેવા ગુર્જરની પહેલી પત્નીના પિતાએ જણાવ્યું હતું કે વિસ્તારનો મોટો ડોન કોણ એ લડાઈમાં દેવા ગુર્જરનું મર્ડર થયું છે. જ્યારે અમરલાલનું કહેવું છે કે મર્ડર પાછળ બિઝનેસની દુશ્મની છે. હું તેને સોશ્યલ મીડિયામાં વહુઓ સાથેનો વીડિયો બનાવીને નાખવાનો પણ ના પાડતો હતો. પણ તે હસી મજાકમાં ટાળી દેતો હતો. દેવાની 13 વર્ષ મોટી બહેન કાલીબાઈએ રડતા રડતાં કહ્યું કે દેવા જે ઝડપથી સફળતા મેળવી રહ્યો હતો એ અમુક લોકોને પસંદ આવ્યું નહોતું.

શું હતી ઘટના?
નોંધનીય છે કે રાજસ્થાનના કોટા જિલ્લાના રાવતભાટામાં 4 એપ્રિલના રોજ એક સલૂનમાં શેવિંગ કરાવવા આવેલા દેવા ગુર્જર પર હુમલો કર્યો હતો. ધારદાર હથિયાર, લોખંડના સળિયા અને ગોળીઓ ચલાવી હતી. દેવાએ પણ વળતો હુમલો કર્યો હતો, પણ હુમલાખોરો વધુ હતા. જેઓ મર્યા સુધી દેવા પર વાર કરતાં રહ્યા હતા અને ઘટનાને અંજામ આપીને ભાગી ગયા હતા. આ મામલામાં 9થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ અન્ય લોકોની હજી શોધખોળ કરી રહી છે.

You cannot copy content of this page