Only Gujarat

National

નર્સે ઇન્જેક્જન લગાવ્યું ને યુવકનું તડપી તડપીને થયું મોત

ઉત્તર પ્રદેશના હાપુરની એક શૉકિંગ ઘટના સામે આવી છે. એક યુવકને હોસ્પિટલમાં અચાનક પેટમાં દુખાવો થયો. આ પછી હોસ્પિટલના કર્મચારીએ યુવકને ઇન્જેક્શન લગાવ્યું. ઇન્જેક્શન લગાવતાં જ યુવક તરફડિયા મારવા લાગ્યો અને તેનું તરત જ મોત થઈ ગયું. આ યુવકનું મોત હોસ્પિટલમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગયું હતું. હવે હોસ્પિટલકર્મી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ગઢમુક્તેશ્વરમાં આવેલી સ્ટાર ન્યૂ ભારત નામની હોસ્પિટલમાં આ ઘટના થઈ હતી. એક યુવક તેના કાકી સાથે હોસ્પિટલ આવ્યો હતો. આ દરમિયાન યુવકને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલકર્મી દ્વારા યુવકને દુખાવો ઓછો થવાનું ઇન્જેક્શન આપ્યું હતું. ઇન્જેક્શન આપ્યા પછી યુવકનું તરફડી-તરફડીને મોત થયું હતું.


યુવકે દમ તોડ્યાની ઘટના ત્યાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. ગઢમુક્તેશ્વર પોલીસ સ્ટેશનની સામે સ્ટાર ન્યૂ ભારત હોસ્પિટલ નામની એક ખાનગી હોસ્પિટલ આવેલી છે.


ઘટના સમયે હોસ્પિટલના સંચાલિકા પણ ત્યાં હાજર હતાં. આ અંગે મૃતકના પરિજનોએ પોલીસ ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


તો CMO રેખા શર્માનું કહેવું છે કે, ‘મેં એક ટીમ હોસ્પિટલ મોકલી છે. તે જાણાવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે કે, યુવકને કયું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને તેની સાથે શું થયું હતું. રિપોર્ટ આવ્યા પછી જે દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’


ગઢમુક્તેશ્વરના ડીસીપી પવન કુમારનું કહેવું છે કે, ‘જીશાનનું ઇન્જેક્શન લગાવ્યા પછી સંદિગ્ધ સ્થિતિમાં મોત થઈ ગયું છે. મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જેમાં મોતનું કારણ સ્પષ્ટ થવાને લીધે વિસેરા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેનો એક રિપોર્ટ CMOને મોકલી દેવામાં આવ્યો છે. તો આ રિપોર્ટ આવ્યા પછી વધુ કાર્યવાહી કરવામાં આવશે.’

You cannot copy content of this page