Only Gujarat

International TOP STORIES

કોરોના સામેની જંગમાં આ ગુજરાતીએ માર્યું મેદાન, વિશ્વભરના આ બિઝનેસમેનને રાખ્યાં પાછળ

કોરોના મહામારી સામે આખી દુનિયા લડી રહી છે. વિશ્વનો કોઈ પણ દેશ આ રોગચાળાથી બચી શક્યો નથી. પરંતુ આ લડતમાં, દેશ અને વિશ્વના પ્રખ્યાત ઉદ્યોગપતિઓએ બહુજ મોટું દાન આપ્યું છે અને કોરોના સામેની જંગમાં તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સમગ્ર વિશ્વમાં લગભગ 4 મિલિયન લોકો પ્રભાવિત થયા છે જ્યારે 2.75 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.

જેક ડોર્સી
ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ કોરોના સામેની જંગમાં 1000 મિલિયન ડોલર (7000 કરોડ રૂપિયા) નું દાન આપ્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે.

બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન
બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને આ જંગમાં 255 મિલિયન ડોલર (લગભગ 1800 કરોડ રૂપિયા)નું દાન આપ્યુ છે.

અઝીમ પ્રેમજી
ભારત તરફથી આ લડતમાં અઝીમ પ્રેમજીએ સૌથી વધુ દાન આપ્યું છે. તેમણે 132 મિલિયન ડોલરનું દાન કર્યું છે.

જૉર્જ સોરોસ
હંગેરિયન મૂળનાં અમેરિકન અબજોપતિ જૉર્જ સોરોસે કોરોના સામેની જંગમાં 130 મિલિયન ડોલરનું દાન કર્યું છે.

જૅફ બેઝોસ
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે આ જંગની સામે 100 મિલિયન ડોલરનું દાન કર્યું છે. લોકડાઉન હોવા છતાં, તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે અન્ય ઉદ્યોગપતિઓની સંપત્તિમાં તીવ્ર ઘટાડો થયો છે.

માઈકલ ડેલ
આઇટી કંપની ડેલ ટેકનોલોજીના ચેરમેન અને સીઈઓ માઇકલ ડેલે 100 મિલિયન ડોલરનું દાન આપ્યું છે.

એન્ડ્રૂ ફોરેસ્ટ
ઓસ્ટ્રેલિયન અબજોપતિ એન્ડ્રૂ ફોરેસ્ટે 100 મિલિયન ડોલરનું દાન કર્યું છે.

જેફરી સ્કૉલ
સ્કૉલ ફાઉન્ડેશનના ચેરમેન જેફરી સ્કૉલે પણ આ જંગમાં100 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે.

માઈકલ બ્લૂમબર્ગ
મીડિયા મોગુલ અને બ્લૂમબર્ગના સહ-સ્થાપક માઇકલ બ્લૂમબર્ગે 74.5 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે.

લીન એન્ડ સ્ટેસી
અમેરિકન ફિલાંથ્રોપી લીન એન્ડ સ્ટેસીએ આ જંગ માટે 70 મિલિયન ડોલરનું દાન આપ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page