Only Gujarat

Bollywood TOP STORIES

સુંદરતામાં એક્ટ્રેસિસ કરતાં પણ ચડિયાતી છે તેમની બહેનો, આ બંને તો બોલિવૂડમાં કરશે ડેબ્યૂ

મુંબઈઃ બોલિવૂડની એવી ઘણી એક્ટ્રેસિસ છે, જેમની બહેનો તેમના કરતાં પણ વધારે સુંદર હોવા છતાં લાઇમ લાઇટથી દૂર રહે છે. જોકે, કેટલીક એક્ટ્રેસિસની બહેનો બહુ જલદી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આજે અમે તમને આવી જ કેટલીક એક્ટ્રેસિસની બહેનો વિશે જણાવી રહ્યા છીએ.

દીપિકા પાદુકોણની નાની બહેન અનીશા પાદુકોણ. અનીશા એક જાણીતી ગોલ્ફર છે. તેણે તેનું કરિયર સ્પોર્ટ્સમાં બનાવ્યું છે. અનીશા ઘણીવાર દીપિકા સાથે જોવા મળે છે.

 


તાપસી પન્નુની બહેન શગુન પન્નુએ અલગ જ રીતે ઓળખ બનાવી છે. તાપસીની પોતાની એક વેડિંગ પ્લાનર કંપની છે, તેની બહેન શગુન જ આ કંપની સંભાળે છે. તાપસી ઘણીવાર તેની બહેન સાથેની તસવીરો શેર કરતી રહે છે.


કેટરીના કૈફની નાની બહેન ઈસાબેલ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. ઇસાબેલે ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી દીધું છે. અત્યાર સુધીમાં ઈસાબેલ ઘણી એડ ફિલ્મો પણ કરી ચૂકી છે. દેખાવમાં ઈસાબેલ અદ્દલ તેની બહેનની કાર્બન કોપી જ લાગે છે.


‘વિકી ડોનર’ની એક્ટ્રેસ યામી ગૌતમની બહેનનું નામ સુરીલી ગૌતમ છે. સુરીલી પણ ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરવાની છે. યામીની જેમ જ તેની બહેન પણ ટીવીમાં કામ કરી ચૂકી છે.


યશરાજ બેનરની ફિલ્મ ‘દબ લગાકે હઈશા’ થી ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ ભૂમિ પેડનરની નાની બહેનનું નામ સમીક્ષા પેડનેકર છે. સમીક્ષા લુકમાં ઘણી હદે તેની બહેન જેવી જ લાગે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે. સમીક્ષા વકીલ છે.


કૃતિ સેનનની બહેન નુપૂર સેનન પણ એક એક્ટ્રેસ છે. નુપૂરે તાજેતરમાં જ અક્ષય કુમાર સાથે એક મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું હતું. એવી પણ એક ચર્ચા છે કે, નુપૂર સાજિદ નડિયાદવાલાની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page