Only Gujarat

Bollywood FEATURED

રડતી આંખો ને હસતો ચહેરો….સેક્સ વર્કર્સે આ રીતે સુનીલ શેટ્ટીનું લીધું હતું નામ

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેની આર્થિક અસર વિશ્વના દરેક લોકોને થઈ છે. સૌથી વધારે મુશ્કેલી સેક્સ વર્કરોને થઈ છે. સરકારે સેક્સ વર્કરોને ત્યાં પોતાની રેડને ઓછી કરી દીધી છે. જોકે, સમય સાથે સેક્સ વર્કર આ મહામારીમાં વધારે એલર્ટ છે. આ કિસ્સો એઇડ્સના શરૂઆતી સમય સાથે જોડાયેલો છે. વાત 5 ફેબ્રુઆરી, 1996ની છે. એઇડ્સની મહામારીને કન્ટ્રોલ કરવા માટે પોલીસે મુંબઈના ચર્ચિત રેડલાઇટ એરિયા કમાઠીપુરામાં રેડ કરી હતી. તે સમયે ત્યાંથી 456 સેક્સ વર્કરને ત્યાંથી બહાર કાઢવાંમાં આવ્યાં હતાં. જેમાંથી 218 નેપાળની હતી. તેમના માટે જિંદગી ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ હતી. ન ખાવા માટે કંઈ અને ન તો પહેરવા માટે કંઈ હતું. એટલાં પણ રૂપિયા નહોતા કે તે પોતાના ઘરે નેપાળ જઈ શકે. આ વાતની ફિલ્મ એક્ટર સુનિલ શેટ્ટીને જાણ થઈ. તેમણે આ સેક્સ વર્કસને પોતાના ખર્ચે નેપાળ મોકલી દીધા. ઉલ્લેખનીય છે કે, તે સમયે એકલા મુંબઈમાં એક લાખથી વધુ સેક્સ વર્કર્સ હતાં.

મુંબઈનો કમાઠીપુરા વિસ્તાર દેશનો સૌથી મોટો રેડલાઇટ એરિયા છે. રિપોર્ટ્સ મુજબ, અહીં 5 ટકા સેક્સ વર્કસ એચઆઈવી પોઝિટિવ છે. સુનિલ શેટ્ટીની મદદથી જ્યારે સેક્સ વર્કરને પોતાના ઘરે મોકલવાનો અવસર મળ્યો તો તેમને દુઆ આપી હતી.

કમાઠીપુરામાં દેશ અને પાડોસી દેશ નેપાળથી મહિલાઓ લાવીને વેચવામાં આવે છે. જોકે, સમય સાથે હવે આ સેક્સ વર્કર્સ એઇડ્સ અંગે જાગૃત છે, પણ ડર છતાં તેમનામાં રહે છે.

બિહારમાં થોડાં વર્ષ પહેલાં એક મામલો સામે આવ્યો હતે. જેમાં એક સેક્સ વર્કરનું એઇડ્સથી મોત થયું, ત્યારે ખુલાસો થયો હતો કે તેને જબરદસ્તી વેશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હતી. આ પછી પ્રશાસન અને સામાજિક સંસ્થા અલર્ટ થઈ અને જારગરૂત અભિયાન ચલાવ્યું.

UNICEF ના રિપોર્ટ મુજબ દુનિયામાં અત્યાર સુધી 37.9 મિલિયન લોકો HIVના સિકાર થઈ ગયાં છે. દર દિવસે 980 બાળકો HIV સંક્રમિત થાય છે. જેમાં 320ના મોત થઈ જાય છે.

એકલા ભારતમાં HIVના રોગીઓની સંખ્યા લગભગ 2.1 મિલિયન સુધી પહોંચી ગઈ હતી.

ભારતમાં 1986માં એઇડ્સનો પહેલો કેસ સામે આવ્યો હતો. કેમ કે, સૌથી વધારે એઇડ્સનો ખરતો અસુરક્ષિત યૌન સંબંધોથી પણ થાય છે, એટલે સેક્સ વર્કર્સને જાગૃત કરવા માટે વધારે ભાર અપાય છે.

ઉલ્લેખનીય છે કે,દક્ષિણ મુંબઈ સ્થિત કમાઠીપુરાના લગભગ 9000 સેક્સ વર્કર્સ રહે છે. અહીં એઇડ્સ જેવી જાગૃતા માટે સમયે-સમયે અભિયાન ચલાવવામાં આવે છે.

You cannot copy content of this page