Only Gujarat

FEATURED International

સામાન્યથી 10 ગણો વધારે ખતરનાક છે આ વાયરસ? શું કરાયો ચોંકાવનારો દાવો

મલેશિયામાં એક નવા પ્રકારના કોરોના વાયરસની જાણ થઇ છે. તજજ્ઞોનું કહેવું છે કે આ વાયરસ સામાન્યથી 10 ગણો વધારે સંક્રામક છે. માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ ચીનના વુહાનમાં મળેલા સૌથી ખતરનાક કોવિડના પ્રકારથી પણ વધુ ઘાતક છે. ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે આ વાયરસ સૌથી પહેલા ભારતીય મૂળના એક રેસ્ટોરન્ટ માલિકમાં જોવા મળ્યો. જેને મલેશિયાઇ સરકારે હોમ ક્વોરન્ટાઇનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં પાંચ મહિનાની જેલ અને દંડની સજા ફટકારી હતી.

ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ રિસર્ચે સિવાગંગા ક્લસ્ટર મલેશિયામાં ડી614જી (D614G) પ્રકારના વાયરસની શોધ કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટની મદદથી ત્યાંના સ્વાસ્થ્ય મહાનિદેશક દાતુક ડોક્ટર નૂર હિશામ અબ્દુલ્લાએ આ જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે, D614G મ્યુટેશ પહેલીવાર જુલાઇમાં જોવા મળ્યો હતો. આ એટલો ખતરનાક છે કે દુનિયાભરમાં વેક્સીન પર ચાલી રહેલા રિસર્ચ નિષ્ફળ નીવળી શકે છે. અનેક અધ્યયનોમાં કહેવામાં આવ્યું છે કે વાયરસના આ રૂપ પર કોઇપણ હાલના વેક્સીન પ્રભાવી નથી.

D614Gને કોરોના વાયરસના G મ્યુટેશનના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. પ્રથમવાર જાન્યુઆરીમાં આ સ્ટ્રેન અંગે જાણ થઇ હતી. ત્યારબાદ તજજ્ઞો માટે આ ચિંતાનો વિષય બનેલો છે. આ મૂળ L અને S વેરિએન્ટ્સને પણ જન્મ આપી રહ્યો છે. તજજ્ઞો પ્રમાણે આ શ્વસન માર્ગમાં વધુ વાયરલથી અને સંક્રામક પ્રતિયાને જન્મ આપે છે અને એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ખતરનાક રીતે ફેલાઇ છે.

D614Gને આ વાયરસને સુપર સ્પ્રેડર ગણાવી રહ્યાં છે. ટીઓઆઇના રિપોર્ટ પ્રમાણે આ અન્ય વ્યક્તિઓમાં 10 ગણી વધારે ઝડપથી સંક્રમિત કરવાની ક્ષમતા રાખે છે. તજજ્ઞોનું કહેવું છે કે સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો અને હાલના પ્રયાસથી નિયંત્રણમાં છે પરંતુ એક વખત જો આ વાયરસનો પ્રસાર વિસ્ફોટકરૂપથી ફેલાઇયો તો તેને નિયંત્રણમાં લાવવો મુશ્કેલ બની જશે.

મલેશિયાના સ્વાસ્થ્ય મહાનિદેશકે અપીલ કરી છે કે જનતાને સતર્ક રહેવું જોઇએ અને માસ્ક, સોશિયલ ડિસ્ટેન્સિંગ, સાફ-સફાઇ જેવા તમામ સાવધાની રાખવી જોઇએ. કારણ કે મલેશિયામાં મળેલા કોરોનાના D614G મ્યુટેશનને સામાન્ય વાયરસ ન કહી શકાય. ઉલ્લેખનીય છે કે અન્ય દેશની તુલનામાં મલેશિયા મોટા પ્રમાણમાં વાયરસને્ રોકવામાં મહદઅંશે સફળ રહ્યું છે.

રિપોર્ટ પ્રમાણે કોરોનાના D614G નામના મ્યુટેટ વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. 45 લોકોની તપાસમાં આ નવા કેસ સામે આવ્યા છે. જેમાં એક રેસ્ટોરન્ટના માલિક પણ છે. જે ભારતથી મલેશિયા આવ્યો હતો. જેને 14 દિવસના જરૂરી હોમ ક્વોરેન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર પાંચ મહિનાની જેલ અને દંડની સજા ફટકારવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલિપિન્સથી પરત આવેલા લોકોમાં પણ આ નવા મ્યુટેટ વાયરસના કેસ સામે આવ્યા છે.

મલેશિયાના સ્વાસ્થ્ય મહાનિદેશકે લોકોને કોરોના વાયરસથી બચવા સંબંધિત સાવધાની રાખવા અને દિશાનિર્દેશોનું નિયમિત રીતે પાલન કરવાની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે આસપાસ સાફ-સફાઇ રાખવી અને સ્વચ્છતા રાખવી. લોકોએ નિયમીત રૂપથી હાથ ધોવા. સાર્વજનિક સ્થળો પર માસ્ક જરૂર પહેરવું. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું.

ઉલ્લેખનીય છે કે અન્ય દેશોની તુલનામાં મલેશિયા મોટા પ્રમાણમાં વાયરસ સંક્રમણને રોકવામાં મહદઅંશે સફળ રહ્યું છે. આ ગત શનિવાર 15 ઓગસ્ટે 26 નવા કેસની પુષ્ટી થઇ હતી જે 28 જુલાઇ બાદથી સૌથી વધુ છે. જોન હોપકિંસ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અત્યારસુધીમાં કોરોના સંક્રમણના 9,212 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 125 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 8,876 લોકો સાજા થઇ ગયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page