Only Gujarat

International

બે વર્ષના બાળકે મોબાઈલ ચાર્જરના કારણે જીવ ગુમાવ્યો, જાણીને આંચકો લાગશે

એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મોબાઈલ ફોનના ચાર્જરને અડતાં જ એક બે વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. રિપોર્ટ મુજબ ચાર્જરમાં વીજળીના ઝટકાના કારણે માસૂમનું મૃત્યું થયું હતું.

આ શોકિંગ ઘટના પૂર્વ બ્રાઝિલના અરેર શહેરમાં બની છે. બે વર્ષની માસૂમ બાળકી સારા અલ્વેસ ડી અલ્બુકર્ક વીજ શોક લાગતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોના લાખ પ્રયત્નો છતાં તેને બચાવી શકાઈ નહોતી.

જોકે રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યું નથી કે જે ચાર્જરથી બાળકીને કરંટ લાગ્યો હતો તે કઈ માન્યતા પ્રાપ્ત બ્રાન્ડનું હતું કે નહીં. સ્થાનિક મેયર ઈમાનુએલ ગોમ્સ માર્ટિને ફેસબૂક પર માસૂમ બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી.

બાળકીના મોત પર અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. સોશ્યલ મીડિયા યુઝર વિવિયન ગોમ્સ ફ્રીટાસે લખ્યું છે- “રેસ્ટ ઈન પીસ, લીટલ સારા. હવે તુ એક નાની પાંખોવાળી એક નાની પરી છો. સ્વર્ગમાંથી તારી માતાનું ધ્યાન રાખજે. “

You cannot copy content of this page