Only Gujarat

FEATURED Sports

તો શું ચહલે ગુપચુપ રીતે કરી લીધા છે લગ્ન, આ તસવીર તો કંઈક આવું જ કહે છે!

મુંબઈઃ 8 ઑગસ્ટે ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર અને મશહૂર ડાન્સર ધનાશ્રી વર્માની સગાઈ થતા જ ચાહકો તેમના લગ્નના કયાસ લગાવી રહ્યા છે. હાલ તો ચહલ આઈપીએલ 2020ની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ તેની એક પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે તેણે કદાચ છુપાઈને લગ્ન કરી લીધા છે. તેનો આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર બંને ઘણા જ એક્ટિવ છે. પોતાની સગાઈની ખબર પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને શેર કરી હતી, તો શું હવે લગ્નનું અનાઉન્સમેન્ટ પણ તેણે ઈન્સ્ટા પોસ્ટથી કર્યું છે? ચાલો જોઈએ કે આખરે આ ઈન્સ્ટા પોસ્ટમાં એવું શું છે, જેનાથી ચાહકોને લાગી રહ્યું છે કે ચહલ અને ધનાશ્રીએ લગ્ન કરી લીધા છે.

આઈપીએલમાં જતાં પહેલા 8 ઑગસ્ટે ચહલ અને ધનાશ્રીની સગાઈ થઈ હતી. ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીરો શેર કરી અને જાણકારી આપી. ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યઝુવેન્દ્ર ચહલ અને તેમની મંગેતર ધનાશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એક તરફ ચહલ પોતાના ફની અંદાજના કારણે ચર્ચામાં રહે છે તો ધનાશ્રી પોતાના ડાન્સ વીડિયોના કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી છે.

હાલમાં જ ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેનું કેપ્શન જોઈને લોકોને લાગી રહ્યું છે કે બંનેએ લગ્ન કરી લીધા છે. ચહલે ધનાશ્રીની બીચ પર ઉભી હોય તેવી તસવીર પોસ્ટ કરી છે. અને તેના પર લખ્યું છે, મિસિસ ચહલ.

એક તરફ ધનાશ્રીની હૉટનેસ જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેપ્શનને જોઈને લોકો પૂછી રહ્યા છે કે શું તેમણે લગ્ન કરી લીધા છે? જોકે આ વાતનો ખુલાસો હાલ નથી થયો.

નોંધનીય છે કે ચહલ હાલ આઈપીએલની પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી ચહલ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. જોકે તો પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

તો ધનાશ્રી પોતાના યૂટ્યૂબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. ક્યારેય પોતાની ખૂબસૂરત અદાઓ તો ક્યારેય કિલર ડાંસ મૂવ્ઝથી તે સમાચારોમાં આવતી રહે છે.

You cannot copy content of this page