Only Gujarat

Bollywood FEATURED

આ છે મુંબઈમાં આવેલી કંગનાની ભવ્ય ઓફિસ, અંદર મારો એક લટાર!

મુંબઈઃ કંગના રનૌત ઈન્ડસ્ટ્રીની સૌથી મહત્વાકાંક્ષી અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે ઘણા ઓછા સમયમાં પોતાની જાતને સ્થાપિત કરી છે અને માત્ર એક્ટિંગ જ નહીં, ફિલ્મ મેકિંગ સાથે પણ તેને લગાવ છે. કંગના એ પણ કહી ચુકી છે કે તેણે સપનું જોયું હતું કે જ્યારે તે પ્રોડ્યુસર બનશે ત્યારે તેની ખુદની એક ઑફિસ હોય અને 15 વર્ષની મહેનત બાદ તે શાનદાર ઑફિસની માલિક બની ગઈ છે.

કંગનાની ઑફિસ ચર્ચામાં છે, કારણ કે કંગનાએ ટ્વીટ કરીને કહ્યું કે તેની ઑફિસ પર બીએમસીએ દરોડા પાડ્યા છે. જો કે તેણે કોઈ ગેરકાયદે બાંધકામ પણ નથી કર્યું. કંગના 9 સપ્ટેમ્બરે મુંબઈ પહોંચવાની છે. આવો જાણીએ તેની ઑફિસ વિશે.

કંગનાએ પ્રોડક્શન હાઉસનું નામ મણિકર્ણિકા ફિલ્મ્સ રાખ્યું છે. આ નામ તેણે 2019માં આવેલી પોતાની ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસીની સન્માનમાં રાખ્યું છે. તે ફિલ્મની કો-ડાયરેક્ટર પણ હતી.

કંગનાની આ ઑફિસ બનાવવા માટે મુંબઈના પાલી હિલમાં આવેલા બંગ્લાને રી-કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યો અને તેને વર્ક પ્લેસ સ્ટૂડિયોમાં બદલવામાં આવ્યો. કંગનાની આ ઑફિસને બનાવવાનું કામ સેલિબ્રિટી ડિઝાઈનર શબનમ ગુપ્તાએ કર્યું છે. આ વર્કસ્પેસ માટે કંગનાએ પોતાનું વિઝન શબનમ સાથે શેર કર્યું, જેને તેણે ખૂબસૂરત રીતે અંજામ આપ્યો.

કંગનાના ઑફિસને યૂરોપિયન ટચ આપવામાં આવ્યો છે, જેમાં કસ્ટમાઈઝ્ડ અને હેન્ડ મેઈડ ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઑફિસમાં ટેક્સચર્ડ વૉલ, ફ્લોર લેમ્પ અને ખૂબસૂરત ફર્નિચર વર્ક સ્પેસને એસ્થેટિક લૂક આપે છે. કંગનાના આ સ્ટૂડિયોની કિંમત 48 કરોડ છે.

કંગનાના આ સ્ટૂડિયોમાં ક્રિએટિવિટી અને પોઝિટિવ એનર્જી માટે ઘણી જગ્યા છે. રીડિંગ અને થીકિંગ જેવા ક્રિએટીવ કામો માટે સ્ટૂડિયોમાં ખાસ જગ્યા બનાવવામાં આવી છે. મનાલીના પહાડોમાંથી આવતી કંગનાને ખુલી હવા અને તડકા સાથે લગાવ છે. કાંઈક આવું જ તેની મુંબઈની વર્કસ્પેસ જોઈને લાગે છે, મુંબઈ જેવા શહેરમાં પણ તેના સ્ટૂડિયોમાં ઘણી સ્પેસ જોવા મળી રહી છે.

You cannot copy content of this page