અમદાવાદઃ આપણી ખાવાની ખોટી આદત અને વર્કઆઉટ ઓછું કરવાને વજન સતત વધતુ જાય છે. વજન કેવી રીતે ઘટાડવું તે સવાલ સતત જાડા લોકોને મૂંઝવતો હોય છે. વજન ઘટાડવા માટે શું ખાવું અને કેવી એક્સરસાઈઝ કરવી તે સતત મનમાં ઘુમરાયા કરે છે. આજે અમે તમને ત્રણ એવા બીયાંની વાત કરીશું, જેનાથી ઝડપથી વજન ઘટે છે.
ક્વિન્વાના બીયાં: વજન ઘટાડવા માટે તમારે ફાઈબર યુક્ત ભોજન ખાવું જોઈએ. ફાઈબરથી ભરપૂર ક્વિન્વાના બીજ ખાવાનો ક્રેઝ ભારતીયોમાં દિવસે દિવસે વધતો જાય છે. જોકે, આ સરળતાથી મળતા નથી. મોટા શહેરોમાં મોલમાં આ મળી જશે. આ ઘઉં તથા ચોખા જેવું અનાજ છે. બીયાં વજન ઘટાડવામાં મદદ કરે છે.
અળસી પણ અસરકારકઃ આ સુપરસીડ વજન ઘટાડવામાં મદદ કરે છે. અળસીમાં ડાઈટરી ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ જ કારણ છે કે અળસી ખાવાથી જલ્દી ભૂખ લાગતી નથી અને વજન ઝડપથી ઘટે છે.
ચિયા સીડ્સ વજન ઘટાડવામાં ફાયદાકારકઃ ચિયા સીડ્સના અનેક સ્વાસ્થ્ય લાભ હોય છે. નાનકડા દેખાતા આ સીડ્ ગુણોનો ભંડાર છે. આ બીજનું સેવન વજન ઘટાડવામાં ફાયદાકારક હોય છે.
કોળાના (પમ્પકીન) સીડ્સઃ પમ્પકીન સીડ્સમાં ઝિંક બહુ મોટી માત્રામાં રહેલું છે. આ ઈમ્યૂન સિસ્ટમને સારી બનાવે છે. આ સાથે જ વાયરલ, શરદી, ખાંસી જેવા ઈન્ફેક્શનથી બચાવે છે. ફાઈબર વધુ માત્રામાં હોવાથી વજન કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે.
નોંધઃ વિવિધ રોટલી ખાવાથી વજન ઉતારવા ઈચ્છો છો સાથે ડાયટ તથા વર્કઆઉટ પણ કરવું જરૂરી છે. આ ઉપરાંત મલ્ટીગ્રેન, થૂલું તથા દાળિયાની રોટલી માફક ના આવે તો એ લેવી નહીં.