Only Gujarat

Sports

સચિનનો ડુપ્લિકેટ બલબીર છે મુશ્કેલીમાં, પહેલાં નોકરી ગઈ ને હવે આખા પરિવારને થયો કોરોના

સચિન તેંડુલકરનો ડુપ્લિકેટ બલબીર ચંદ હાલાનાં દિવસોમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. તેના પરિવારને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને તે તેની નોકરી પણ ગુમાવી બેઠો છે. બલવીર ઘણી વાર આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જોવા મળે છે. સચિનના ચાહકો પણ તેની સાથે ફોટો પાડવતા હોય છે. લાઇવ મેચ દરમિયાન પણ, તે ઘણીવાર ટીવી સ્ક્રીન પર દેખાતો હોય છે.

જૂનના પહેલા અઠવાડિયામાં, બલબીરચંદ મુંબઇથી પંજાબ તેના ગામમાં ગયો. ગામમાં આવ્યા બાદ બલવીરચંદ સહિત તેની પત્ની, પુત્ર અને પુત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જો કે લોકડાઉન પહેલા બલબીરચંદની જિંદગી બરાબર ચાલી રહી હતી. બલબીરચંદ ગોલી વડા પાવ ફાસ્ટ ફૂડ ચેઇનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરતો હતો. ગોલી વડા પાવના 90 શહેરોમાં આશરે 350 આઉટલેટ છે.

બલબીરના આખા પરિવારને થયો કોરોના
લોકડાઉન દરમિયાન બલબીરચંદની હાલત કફોડી થઈ ગઈ હતી અને તે ઘરનું ભાડુ પણ ચૂકવી શકતો ન હતો. લોકડાઉનનાં પહેલાં સુધી લોકો તેની સાથે ફોટો પાડવા માટે ઉત્સુક હતા. લોકોમાં આ ઉત્સાહ ફક્ત અને માત્ર એટલા માટે હતો કે તેનો ચહેરો સચિન તેંડુલકરને મળે છે.

બલબીરનો પરિવાર મુશ્કેલીમાં છે, મદદની જરૂર છે
ટ્રેન શરૂ થતાં જ બલવીર પંજાબના સોલનમાં તેના ઘરે પાછો ગયો. સચિનના આ ડુપ્લિકેટની સમસ્યાઓમાં ઘટાડો થયો નથી. હવે તે અને તેનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. તેમણે કહ્યું કે ટ્રેનથી પાછા ફરતી વખતે કેટલાક અન્ય લોકોને તેના કારણે કોરોના ચેપ લાગ્યો હશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page