Only Gujarat

FEATURED Sports

શોર્ટ ને લૉ કટ ડ્રેસમાં ધોનીની પત્ની સાક્ષીનો મદમસ્ત અંદાજ, નજર નહીં હટાવી શકો

દુબઈઃ ભારતના ઓલટાઈમ બેસ્ટ કેપ્ટન મનાતા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલ પત્ની સાથે દુબઈમાં છે. સાક્ષીએ 19 નવેમ્બરે પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ સમયે સાક્ષી અને ધોનીના મિત્રોની સાથે પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિક અને તેની પત્ની સાનિયા મિર્ઝા પણ હાજર હતા. આ ઉપરાંત સાનિયાની બહેન અનમ મિર્ઝા પણ સાથે જોવા મળી હતી. સાક્ષીએ ધોની સાથે ઈન્સ્ટાગ્રામ પરની તસવીર શેર કરી હતી.

સાક્ષી ધોનીની બર્થ-ડે પાર્ટીમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાનની બહેન અર્પિતા ખાન શર્મા પણ જોવા મળી હતી. આ દરમિયાન તમામે ઘણી મસ્તી અને ડાન્સ કર્યો હતો. સાક્ષીએ ઈન્સ્ટા સ્ટોરીમાં તેના વીડિયોઝ પણ શેર કર્યા હતા. ધોની આઈપીએલ બાદ ક્યાંય જોવા મળ્યો નહોતા.

તે મોટાભાગે સોશિયલ મીડિયા અને જાહેર કાર્યક્રમોથી પણ દૂર રહે છે. હવે આઈપીએલ બાદ તે પ્રથમવાર દુબઈમાં જોવા મળ્યો હતો. ધોની પત્ની અને દીકરી જીવા સાથે 4 દિવસ અગાઉ દુબઈ પહોંચ્યો હતો.

બીજી તરફ શોએબ મલિક પીએસએલમાં પેશાવર જાલમી તરફથી રમી રહ્યો હતો. તે ટૂર્નામેન્ટના પ્લેઓફ મેચમાં રમવા માટે પહોંચ્યો હતો અને સાનિયા મિર્ઝા પણ આ માટે કરાચીમાં હાજર રહી હતી. લૉકડાઉનના કારણે ટેનિસ મેચો ઘણા ઓછા દેશોમાં થઈ રહી છે તેથી હાલ સાનિયા મિર્ઝા ટેનિસ કોર્ટથી દૂર છે.

આઈપીએલ બાદ ધોની પોતાના ઘરે રાંચી ગયો હતો. તેઓ દુબઈ વેકેશન માટે જતા હતા ત્યારે સાક્ષીએ ઈન્સ્ટા સ્ટોરીમાં ધોનીની તસવીર લગાવી હતી. આ તસવીરોમાં તે ધોની સાથે હતી. એક તસવીરમાં જીવા પણ જોવા મળી, બીજા દિવસે પણ સાક્ષીએ પતિની તસવીર શેર કરી હતી. જેમાં સાક્ષી અને તેના ઘણા મિત્રો હતા. ધોની લૉકડાઉન સમયે રાંચીમાં જ હતો. જે પછી તે આઈપીએલ રમવા યુએઈ ગયો હતો.

You cannot copy content of this page