Only Gujarat

FEATURED National

ભૂતપૂર્વ CMના પરિવારજનો જીવી રહ્યા છે સાવ આવી જિંદગી, લોકડાઉનમાં પડ્યા ખાવાના ફાંફા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય ભોલા પાસવાન શાસ્ત્રીના પરિવારજનો લોકડાઉનમાં દયનીય પરિસ્થિતિમાં આવી ગયા છે. આ સમયે પરિવારની સામે ભુખમરાની સ્થિતિ આવી ગઇ છે. જો કે આ વાતની જાણ થતા જ નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે આજે પૂર્વ સીએમ ભોલા પાસવાન શાસ્ત્રીના પરિવારજનો સાથે વાતચીત કરી. તેમની કંગાળ હાલત જોઇને તેજસ્વીએ તાત્કાલિક પૂર્વ સીએમના પરિવારજનોને એક લાખ રૂપિયા અને પૂરતું રાશન ઉપલબ્ધ કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભોલા પાસવાન શાસ્ત્રી ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી હતા.

ભોલા પાસવાન શાસ્ત્રીનો જન્મ 21 સપ્ટેમ્બર 1914ના પૂર્ણિયાના બેરગચ્છીમાં થયો હતો. તેઓ ખુબ જ ઇમાનદાર અને દેશભક્ત સ્વતંત્રતા સેનાની હતા. બીએચયુથી ડિગ્રી મેળવ્યા બાદ તેઓ રાજકારણમાં સક્રિય થયા હતા.

ભોલા પાસવાન શાસ્ત્રી મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઇ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સક્રિય થયા હતા. ખુબ જ ગરીબ પરિવારથી આવતા હોવા છતા તેઓ બૌદ્ધિક રૂપથી ખુબ જ સશક્ત હતા.

કોંગ્રેસ પાર્ટીએ તેઓને ત્રણ વખત પોતાના નેતા પસંદ કર્યા અને તેઓ ત્રણ વખતે મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ફેબ્રુઆરી 1968થી જુન 1969થી જુલાઇ 1969 અને જુન 1971થી જાન્યુઆરી 1972 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યાં હતા.

ભોલા પાસવાન શાસ્ત્રીનો કાર્યકાળ નિર્વિવાદ રહ્યો હતો. તેમની રાજનીતિક તથા વ્યક્તિગત જીવન સાફ-સુથરું રહ્યું હતું.

ઇન્દિરા ગાંધીએ ભોલા પાસવાન શાસ્ત્રીને ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા હતા. પરંતુ તેમની ઇમાનદારી એવી હતી કે મૃત્યુ બાદ તેમના ખાતામાં એટલા પૈસા ન હતા કે યોગ્ય રીતે શ્રાદ્ધકર્મ પણ કરાવી શકે.

ભોલા પાસવાન શાસ્ત્રીનું 1984માં પટનામાં નિધન થયું હતું. પુત્ર ન હોવાને કારણે તેમના અંતિમ સંસ્કાર ભત્રિજા બિરંચી પાસવાને કર્યા હતા. કહેવામાં આવે છે કે ભોલા પાસવાન શાસ્ત્રીને પોતાની કોઇ સંતાન ન હતી. તેઓ પરીણિત જરૂર હતા પરંતુ પત્નીથી તેઓ અલગ થઇ ગયા હતા.

કહેવામાં આવે છે કે ભોલા પાસવાન શાસ્ત્રીને પોતાની કોઇ સંતાન ન હતી. તેઓ પરીણિત જરૂર હતા પરંતુ પત્નીથી તેઓ અલગ થઇ ગયા હતા.

પૂર્વ સીએમના પરિવારજનોની આ હાલતની જાણકારી થતા જ નેતા પ્રતિપક્ષ તેજસ્વીએ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી. તેજસ્વીએ તુરંત પૂર્વ સીએમના પરિવારજનોને એક લાખ રૂપિયા અને પુરતુ રાશન આપ્યું હતું.

You cannot copy content of this page