Only Gujarat

Gujarat TOP STORIES

ચોટિલા દર્શન કરીને આવતાં ફેમિલીની કારને અકસ્માત, બે પરિવાર ખતમ થઈ ગયા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યાર બાદ અકસ્માત થયેલી ગાડીમાં આગ લાગી હતી જેમાં સવાર 7 લોકોના મોત નિપજ્યાં હતાં. આ ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. અકસ્માત બાદ ગાડીમાં આગ લાગતાં મુસાફરોએ ગાડીમાંથી બહાર આવવા અનેક પ્રયત્નો કર્યાં હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી હતી. આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર આવેલા ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગાડીમાં અચાનક સ્પાર્ક થવા લાગ્યું જેના કારણે ગાડીમાં આગ લાગી હતી જેમાં કારમાં સવાર 7 મુસાફરોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માતને કારણે કારમાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાને કારણે કારમાંથી બહાર નિકળી શક્યાં નહોતાં. જેના કારણે મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં બે પરિવાર બળીને ભડથું થઈ ગયા હતા અને તમામના મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ થયા હતા.

આજે પાટડી તાલુકાના ખેરવા ગામ નજીક અકસ્માત બાદ ગાડીમાં આગ લાગતાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે. આગળ જઈ રહેલી ઈકો ગાડીને ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી ત્યાર બાદ આગ ફાટી નીકળી હતી. જોકે કારમાં સ્પાર્કને કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોમાં ચર્ચા થવા પામી ઉઠી હતી. જેના કારણે કારમાં સવાર 7 મુસાફરો કારમાંથી બહાર આવી શક્યા નહોતા અને મોતને ભેટ્યાં હતાં. આ ઘટના સર્જાઈ ત્યારે કારમાં સવાર મુસાફરોએ બચાવો બચાવોની બૂમાબૂમ કરી મુકી હતી જોકે આગ લાગતાં કોઈએ બચાવી શક્યા નહોતા.

પોલીસ સુત્રો પ્રમાણે, ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા દર્શનાર્થીને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ખેરવા ગામ નજીક થયો હતો. ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં કાર સળગી હતી જેને પગલે 7 લોકોનાં મોત નિપજ્યાં હતાં. પાટણ જિલ્લાના વારાહી તાલુકાના કોયડા ગામનો પરિવાર ચોટીલા મંદિરે દર્શને ગયો હતો. જોકે પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકો ઈકો કારમાં જીવતા ભૂંજાયા હતા.

આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, આ કારમાં ગેસ કીટ હતી જેના કારણે આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે. કાર એટલી હદે બળી ગઈ હતી કે, તેમાં સ્ત્રી અને પુરુષ હતા તે પણ ઓળખી શકાતા ન હતા. પરંતુ મૃતકોમાં ત્રણ બાળકો, બે મહિલા અને બે પુરુષ હોય તેવું લાગી રહ્યું છે.

You cannot copy content of this page