Only Gujarat

National TOP STORIES

રોજ માત્ર 7 રૂપિયા કરો જમા ને નિવૃત્તિ પર સરકાર દર મહિને આપશે આટલું પેન્શન

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિને રિટાયરમેન્ટની ચિંતા હોય જ છે. તેમને એ જ ટેન્શન હોય છે કે રિટાયર થયા બાદ પૈસા ક્યાંથી આવશે ઘર ચલાવવા. આ જ ટેન્શનમાં ઘણા લોકો પહેલાંથી જ પૈસા ભેગા કરવાનું શરૂ પણ કરી દે છે. કેટલાક લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકે છે, જેથી રિટાયરમેન્ટ બાદ પૈસાની તકલીફ ના પડે. આ બધા વિવિધ ઉપાય છે કે, જેનાથી તમે ટેન્શન ફ્રી ઘડપણ વિતાવી શકો છો. પરંતુ કેટલાક લોકોનો પગાર ખૂબ જ ઓછો હોય છે. આ લોકો માટે ઈન્વેસ્ટમેન્ટ કરવું બહુ મુશ્કેલ હોય છે. એટલે જ આજે અમે તમને આવી જ એક સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમારે રોજના માત્ર 7 રૂપિયા બચાવવાના હોય છે. એટલે તમારે મહિનાના બચાવવાના હોય છે 210 રૂપિયા, પછી રિટાયરમેન્ટ બાદ મળશે રૂપિયા 5000 સુધીનું પેન્શન.

આ એક સરકારી સ્કીમ છે. અસંગઠિત ક્ષેત્રનાં લોકોને ઘડપણમાં આવકની સુરક્ષા આપવા માટે ભારત સરકારે અટલ પેન્શન યોજનાની શરૂઆત કરી હતી. આ ખૂબ જ ઓછા રોકાણવાળી યોજના છે અને જીવનભર પેન્શન મળશે. અટલ યોજના 18 થી 40 વર્ષ સુધીના ઉંમરના બધા જ ભારતીયો માટે ઓપન છે. તેનાથી તમને જીવનભર માસિક પેન્શન મળતું રહેશે.

જો તમે પણ આ સ્કીમ સાથે જોડાઓ તો તેના અંતર્ગત તમને માસિક ઓછામાં ઓછું 1000 રૂપિયા અને વધુમાં વધું 5000 રૂપિયા પેન્શન મળશે. જો કોઇ સ્કીમ ગ્રાહકનું મેચ્યોરિટી પહેલાં મૃત્યુ થાય તો આ પેન્શનનો લાભ તેના જીવનસાથીને મળશે.

અટલ પેન્શન યોજનામાં નિરંતરતા ખૂબજ મહત્વની છે. જો તમારું કોન્ટ્રિબ્યૂશન વચ્ચે અટકી જશે તો ખાતુ ફ્રિજ થઈ જશે અને તમને આ યોજનાનો લાભ નહીં મળી શકે. માસિક ચૂકવવાની રકમ ખૂબજ ઓછી હોવાથી અટલ પેન્શન યોજના બધાંને ખૂબજ આકર્ષક લાગે છે. ખાસ કરીને એ યુવાનોને, જેમની ઉંમર 30 વર્ષ કરતાં ઓછી છે.

જોકે, આ યોજનામાં એક ફેક્ટર લોકોને બહુ આકર્ષિત કરે છે અને તે છે મોંઘવારી. યોજનામાં તમને પેન્શન ઘણાં વર્ષો બાદ મળશે અને ત્યારે 5-6% મોંઘવારીનો દર તમારી ખર્ચ શક્તિને પ્રભાવિત કરી શકે છે. એટલેજ ઘણા જાણકારો ઈચ્છે છે કે, આ સ્કીમને વધુમાં વધુ સાર્થક બનાવવા માટે મહત્તમ માસિક પેન્શન 10,000 રૂપિયા સુધી વધારવું જોઇએ.

અટલ પેન્શનનો વહિવટ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી કે PFRDA ના હાથમાં છે. આ પેન્શન યોજનાનું પ્રીમિયમ એ વાત પર નિર્ભર કરે છે કે, તમારે રિટાયરમેન્ટ સમયે કેટલું પેન્શન જોઇએ છે. સાથે-સાથે એ પણ મહત્વનું છે કે, સ્કીમ શરૂ કરતી વખતે તમારી ઉંમર કેટલી છે.

સ્કીમમાં તમને માસિક, ત્રિમાસિક કે છમાસિક પ્રીમિયમ ભરવાનો વિકલ્પ મળે છે. પહેલાં આ યોજનામાં માત્ર માસિક પ્રીમિયમ જમા કરાવવાનો વિકલ્પ છે. જો તમે 18 વર્ષની ઉંમરે યોજનાની શરૂઆત કરો અને રિટાયરમેન્ટ સમય એટલે કે, 60 વર્ષની ઉંમરે તમે માસિક 1000 નું પેન્શન ઇચ્છતા હોય તો, તમારે દર મહિને માત્ર 42 રૂપિયા જમા કરાવવાના રહે છે. તો પાંચ હજારના માસિક પેન્શન માટે સાઇઠ વર્ષની ઉંમર સુધી દર મહિને 210 રૂપિયા જમા કરાવવાના રહે.

તો જો તમે 40 વર્ષની ઉંમરે પેન્શન ઈચ્છતા હોય તો, એક હજારના પેન્શન માટે માસિક 291 રૂપિયા અને 5000 રૂપિયાના પેન્શન માટે 1454 રૂપિયા દર મહિને જમા કરાવવાના રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page